ETV Bharat / city

જૂનાગઢમાં કોંગી મહિલા કોર્પોરેટર દ્વારા અપશબ્દો બોલવાનો મામલો પહોંચ્યો હોસ્પિટલ સુધી - civil hospital

જૂનાગઢ મનપાનું બજેટ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. શરૂ થવાની સાથે જ બજેટની કેટલીક દરખાસ્તો પર શાસક અને વિપક્ષના કોર્પોરેટર દ્વારા ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનના બજેટ જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા બોલવામાં આવેલા અપશબ્દોને લઈને હવે મામલો પોલીસ મથક સુધી પહોંચી શકે છે.

junagadh
junagadh
author img

By

Published : Mar 21, 2021, 9:33 AM IST

  • કોર્પોરેટર અને જૂનાગઢ મનપાના પદાધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ
  • કોંગી મહિલા કોર્પોરેટરની તબિયત ખરાબ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
  • જુનાગઢ મનપા કચેરીમાં કોંગી કાર્યકરો દ્વારા બજેટની હોળી

જૂનાગઢ: કોર્પોરેશનના બજેટ જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા બોલવામાં આવેલા અપશબ્દોને લઈને હવે મામલો પોલીસ મથક સુધી પહોંચી શકે છે. કોંગી કોર્પોરેટર મંજુલાબેન પલસાણાની અચાનક તબિયત ખરાબ થવાના કારણે બીમાર પડી જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અહીં તેઓ ભાજપના કેટલાક કોર્પોરેટર અને જૂનાગઢ મનપાના પદાધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે.

અંપ શબ્દથી શરૂ થયેલો મામલો પહોંચ્યો હોસ્પિટલમાં, કોંગી મહિલા નગરસેવક બિમાર

જૂનાગઢ મનપાનું બજેટ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. શરૂ થવાની સાથે જ બજેટની કેટલીક દરખાસ્તો પર શાસક અને વિપક્ષના કોર્પોરેટર દ્વારા ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. આ સમયે કોંગી કોર્પોરેટર મંજુલાબેન પલસાણાએ કોઈ મામલાને લઇને પોતાની રજૂઆત સત્તાધીશો નહીં સાંભળતા હોવાની વાતને લઈને જનરલ બોર્ડમાં અપ શબ્દો કહેતા મામલો ભારે હોહા અને કોલાહલની વચ્ચે ફસાયો હતો. જેમા મંજુલાબેન પલસાણા અચાનક બીમાર થઈ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહીં તેઓ ભાજપના કેટલાક કોર્પોરેટર અને જૂનાગઢ મનપાના પદાધિકારીઓ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે.

આ પણ વાંચો: જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરે અપશબ્દ કહેતા બોર્ડમાં થયો હંગામો, બોર્ડમાંથી સસ્પેન્ડ કરાયા

સમગ્ર મામલાને લઈને કોંગી કાર્યકરોએ જૂનાગઢ મનપા કચેરીમાં બજેટની કરી હોળી

મંજુલાબેન પલસાણાને જનરલ બોર્ડમાંથી સસ્પેન્ડ કરવાની વાત કોંગી કાર્યકરો સુધી પહોંચતા જૂનાગઢ મનપા કચેરીમાં કોંગી કાર્યકરો એકઠા થયા હતા અને બજેટની હોળી કરીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં કોંગી કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના સત્તાધીશો મહિલા કોર્પોરેટર વિરુદ્ધ અણછાજતું વર્તન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મહિલા કોર્પોરેટરને કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ભારે સૂત્રોચ્ચાર અને વિરોધની વચ્ચે કોર્પોરેશન ઓફિસમાં પ્રતિક ધરણા કર્યા હતા. ત્યારબાદ મહિલા કોર્પોરેટરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જૂનાગઢમાં કોંગી મહિલા કોર્પોરેટર દ્વારા અપશબ્દો બોલવાનો મામલો પહોંચ્યો હોસ્પિટલ સુધી

આ પણ વાંચો: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી, એકમાત્ર મહિલા વિપક્ષ કોર્પોરેટરે કર્યો હંગામો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.