- જામનગરની શ્રધ્ધા હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત
- ઓક્સિજન ન મળતા થયું મોત
- પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ
જામનગર: મહાનગરપાલિકાએ કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 13 જેટલી ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપી છે. જામનગરમાં તળાવની પાળ પાસે આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત એક મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
પરિજનોએ હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો
જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબાનું શ્રદ્ધા હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતું ન મળવાના કારણે મોત થયું છે. ચાર દિવસ પહેલાં જ હોસ્પિટલમાં ક્રિષ્નાબાને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, વહેલી સવારે તેમનું નિધન થતા પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસને બોલાવીને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ શરૂ કરી છે.