- જામનગર મહાનગરપાલિકાની કહાની, સાંભળો સિનિયર કોર્પોરેટરની જુબાની
- વર્ષ 1981થી જામનગર મહાનગરપાલિકાની થઈ હતી શરૂઆત
- શરૂઆતમાં રાજ્ય સરકારે 51 કોર્પોરેટરની કરી હતી નિમણૂક
- સાંસદ પૂનમ માડમના પિતા હેમંત માડમ બન્યા હતા વિજેતા
- જામનગરના સિનિયર કોર્પોરેટર મોહમ્મદ ચાકીએ જણાવ્યો સંપૂર્ણ ઈતિહાસ
જામનગરઃ જામનગર મહાનગરપાલિકા ની શરૂઆત 1981થી થઈ છે. રાજ્ય સરકારે કુલ 51 કોર્પોરેટરની નિમણૂક કરી હતી, જેમાં સમાજના આગેવાનો અને જુદી-જુદી જ્ઞાતિના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 1986 બાદ પક્ષ તેમ જ કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. બાદમાં ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં હાલના સાંસદ પૂનમ માડમના પિતા હેમંત માડમ તેમ જ લીલાધર વાઘેલા સહિતના આગેવાનો ચૂંટણીમાં વિજેતા બન્યા હતા અને તેમણે જામનગરમાં સારામાં સારો વિકાસ કર્યો હોવાનું સિનિયર કોર્પોરેટર જણાવી રહ્યા છે.
જામનગરમાં નવા સીમાંકન બાદ 16 વોર્ડ અને 64 કોર્પોરેટર
જામનગર શહેરમાં બાદમાં બોર્ડનું વિભાજન કરવામાં આવ્યું હતું અને આ બોર્ડ વિભાજનમાં કુલ 16માં 64 જેટલા કોર્પોરેટરો ચૂંટણી લડે તેવા નિયમો બનાવવામાં આવ્યા હતા.
25 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં સત્તા મેળવવા કોંગ્રેસના વલખાં
વર્ષ 1994ની ચૂંટણીમાં જામનગર મહા નગરપાલિકામાં ભગવો લહેરાયો હતો અને આ ભગવો 2020 સુધી એટલે કે, છેલ્લા 25 વર્ષથી જામનગરમાં ભાજપનું શાસન છે.... કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે અને વિરોધ પક્ષની ભૂમિકા નિભાવી રહી છે. સિનિયર કોર્પોરેટરના જણાવ્યા અનુસાર, જામનગરમાં ભાજપે વિવિધ એજન્ડા મારફતે છેલ્લા 25 વર્ષથી પોતાની સત્તા ટકાવી રાખી છે.