- નેવી દ્વારા નેવી વીકની ઉજવણી
- પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં મળેલી જીતની યાદમાં ઉજવણી
- એક વીક સુધી વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે
જામનગર: આગામી 4 ડિસેમ્બરના નૌસેના દિવસની ઉજવણી (navy day celebrations) ભારતીય નૌસેના (indian navy) દ્વારા કરવામાં આવશે, ત્યારે જામનગર INS વાલસુરા (jamnagar ins valsura) દ્વારા પણ નૌસેના દિવસની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના વિશે આજે પત્રકાર પરિષદ યોજી તમામ જરૂરી માહિતીઓ આપવામાં આવી હતી.
પાકિસ્તાનના હાર્બર બંદરને નેવીએ કર્યું નેસ્તનાબૂદ
ભારતીય નેવીની સ્થાપના (establishment of indian navy) ઈસ્ટ ઈન્ડિયા કંપની (east india company)એ 1612માં કરી હતી. પહેલા નેવીનું નામ રોયલ ઇન્ડિયન નૌસેના (royal indian navy ) અપાયું હતું. ભારત આઝાદ (Independent India) થયા બાદ નેવીનું 1950માં પુનર્ગઠન કરાયું. ભારતીય નેવી વિશ્વમાં પંચમી સૌથી મોટી નેવી (the indian Navy is the fifth largest navy in the world) છે. 1971ના યુધ્ધમાં ભારતીય નેવીએ અદભૂત કારનામા બતાવ્યા હતા. કરાચીમાં પાકિસ્તાન (karachi pakistan)ને ઇન્ડિયન નેવીએ તબાહ કરી દીધું હતું.
ઇન્ડિયન નેવીમાં યોદ્ધાઓની શૌર્ય ગાથા
4 ડિસેમ્બર 1971 ના દિવસે ભારતે ઑપરેશન ટ્રાઇડેંટ કર્યું હતું અને કરાચી બંદર પર ભારે બોમ્બમારો કર્યો હતો,જેથી કરાચી બંદર તબાહ થઈ ગયું હતું. જેની યાદમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે જામનગર INS વાલસુરા દ્વારા પત્રકાર પરિષદ યોજી પત્રકારોને ઉજવણી અંગે તમામ માહિતીઓ આપવામાં આવી હતી.
કોરોનાને કારણે અમુક કાર્યકમ કરાયા રદ
કોરોનાને જોતા કેટલાક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. આજે વાલસુરા નેવી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણી મોટી સંખ્યામાં નેવીના જવાનો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી દિવસોમાં નેવી દ્વારા મહિલાઓ માટે કાર રેસ, મેરેથોન અને બિટિંગ ધ રિટ્રીટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ખંભાતના માર્ગ પર ભંયકર અકસ્માતમાં 5 મોત, ત્રણ ઈજાગ્રસ્ત , બે પરિવારના બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા દિવસે પણ ભૂકંપનો આંચકો