ETV Bharat / city

જામનગરમાં સનસાઈન સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 18થી 44 વયના લોકોનું રસીકરણ શરૂ - News of vaccination

સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈને જામનગરમાં પણ 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. સનસાઈન સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિન આપવાની કામગીરી આજે શુક્રવારે સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે.

News of vaccination in Jamnagar
News of vaccination in Jamnagar
author img

By

Published : Jun 4, 2021, 6:24 PM IST

  • જામનગરમાં વેક્સિનેશન પ્રક્રિયા પૂરજોશમાં
  • 18થી 44 વર્ષના વ્યક્તિઓ લઈ રહ્યા છે વેક્સિન
  • 1200 જેટલા સેન્ટરો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું

જામનગર : રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા ગુરુવારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસંધાને જામનગરમાં પણ વેક્સિન પ્રક્રિયા પૂરજોશમાં શરૂ થઇ છે. જામનગરમાં સનસાઈન સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિન આપવાની કામગીરી સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 18થી 44 વયના લોકોનું રસીકરણ શરૂ

આ પણ વાંચો : જામનગરમાં વેકસીન માટે મંગળ-ગુરૂ-શનિવાર નક્કી

18થી 44 વર્ષના વ્યકિતઓને રજિસ્ટ્રેશન બાદ આપવામાં આવી રહી છે રસી

જિલ્લામાં બે લાખ યુવાઓને વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં ઉભી કરવામાં આવી છે. 1200 જેટલા સેન્ટરો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 10 જિલ્લામાં જ વેક્સિન આપવામાં આવતી હતી. જ્યાં કોરોનાના કેસ વધુ નોંધાયા હતા. જોકે હવે સમગ્ર રાજ્યમાં વેક્સિન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આમ વેક્સિનેશન કાર્યક્રમ આજે શુક્રવારથી વ્યાપક બનાવવામાં આવ્યો છે.

વિજયભાઇ રૂપાણી
વિજયભાઇ રૂપાણી

આ પણ વાંચો : જામનગરના લાખા બાવળમાં 100 વર્ષની વૃદ્ધાએ કોરોના વેકસીન લઈને આપ્યો સંદેશ

જામનગરમાં સનસાઈન સ્કૂલ ખાતે અપાઈ રહી છે વેક્સિન

જામનગર શહેરમાં 39 જેટલા કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવી રહી છે. તો આજથી ગ્રામ્ય વિસ્તારમાં પણ વેક્સિન કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ તાલુકા મથકો પર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યા છે. કુલ 20 જેટલા સેન્ટર ગામડાઓમાં શરૂ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.