જામનગર- જામનગરમાં યુકેનથી પરત ફરેલા 21 વિદ્યાર્થીઓએ સિગ્નેચર કેમ્પ યોજી પોતાનું ભવિષ્ય ન બગડે તે માટે કેન્દ્રને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં હાલ યુદ્ધની (Russia-Ukraine war) પરિસ્થિતિ છે. જેને લઇ ભારતના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત (Ukraine Return Medical Students Problem )ફર્યા છે. જોકે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું જોવા મળી રહ્યું છે. કારણ કે યુક્રેનથી (MBBS study in Ukraine )પરત આવ્યા બાદ તેઓને અહીં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. ત્યારે આ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તાત્કાલિક આ વિદ્યાર્થીઓને તબીબી કોલેજમાં પ્રવેશ આપે જેને લઇ તેમનું ભવિષ્ય ન બગડે.
આ પણ વાંચોઃ Russia Ukraine war: યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?
ઓનલાઈન અભ્યાસ થઇ રહ્યો છે -રશિયા અને યુક્રેન (Russia-Ukraine war)વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની પરિસ્થિતિ છે. ત્યારે પરત ફરેલા વિદ્યાર્થીઓ (Ukraine Return Medical Students Problem )છેલ્લા 72 દિવસથી પોતાના ઘરે ઓનલાઇન અભ્યાસ (MBBS study in Ukraine )કરી રહ્યા છે. જોકે ઓનલાઇન અભ્યાસથી (Online study from Ukraine)આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં કોઈ ફાયદો થતો નથી. કારણ કે તબીબી અભ્યાસમાં પ્રેક્ટીકલ અભ્યાસ થવો જરૂરી છે તેઓ વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.
પીએમ મોદીને અપીલ -આ વિદ્યાર્થીઓએ પોતાના યુદ્ધ (Russia-Ukraine war)સમયના એક્સપીરીયન્સ પણ શેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ (MBBS study in Ukraine )અર્થે ગયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું (Ukraine Return Medical Students Problem )તેવા સવાલો થઈ રહ્યા છે. જોકે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વિદ્યાર્થીઓએ અપીલ(Appeal to PM Modi) કરી છે.