- જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ જેસે થે
- મહાનગપાલિકાએ તાત્કાલિક રખડતા ઢોર મુદ્દે યોગ્ય કામગીરી કરવી જોઈએ
- શાકભાજી લેવા ગયેલી મહિલાને રખડતા ઢોરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું
જામનગરઃ દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રસ્તા વચ્ચે અડીગો જમાવીને બેસતા ઢોર વાહન ચાલકો માટે માથાના દુખાવા રૂપ બન્યા છે, ત્યારે આ રખડતા ઢોર રસ્તા પર અચાનક દોડતા હોવાથી ઘર બહાર બેઠેલા લોકોનો પણ ભોગ લઇ લે છે. અગાઉ શાકભાજી લેવા ગયેલી મહિલાને રખડતા ઢોરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી અમદાવાદ રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવામાં શૂન્ય
હાપામાં રેસિડન્ટ સોસાયટીમાં ઘર બહાર બેઠેલા લોકોને લીધા અડફેટે
જામનગર(Jamnagar)ના હાપામાં સાંજના સમયે રેસિડેન્ટ સોસાયટીમાં ઘર બહાર બેઠેલા વ્યક્તિઓ પાસેથી ભૂરાયા થયેલા ઢોર એકાએક નીકળતા એક વ્યકિતને ગંભીર ઇજા થઇ છે, તો અન્ય વ્યક્તિઓ માંડ બચ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
મનપા દ્વારા રખડતા ઢોરને માટે વ્યવસ્થા કરાઇ નથી
જો કે, મનપા દ્વારા રખડતા ઢોરને યોગ્ય જગ્યાએ રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાથી આવી ઘટનાઓ રોજ બની રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રખડતા ઢોર પકડવા તેમજ ગેરકાયદેસર દબાણો તોડી પાડવા AMC આવી એક્શનમાં
ઢોરના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અન્ય શહેરના મોડલ પર કામ કરવામાં આવશે, પણ ક્યારે?
જામનગર મહાનગરપાલિકા(Jamnagar Municipal Corporation)ના મેયર બીના કોઠારીએ અગાઉ જણાવ્યું હતું કે, જામનગર(Jamnagar) શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવામાં આવશે. જો કે, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. માત્ર લોકોને વચનો જ આપવામાં આવે છે, પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જો કે, લોકમાગ ઉઠી છે કે, જામનગર મહાનગપાલિકા(Jamnagar Municipal Corporation)એ તાત્કાલિક રખડતા ઢોર મુદ્દે યોગ્ય કામગીરી કરવી જોઈએ.