- જામનગરમાં થઈ સોનાની માતબર ચોરી
- સિક્યુરિટી સંચાલકના ઘરમાંથી 110 તોલા સોનું ચોરાયું
- પોલીસે દાગીના ચારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
જામનગરઃ 110 તોલા સોનાની ચોરી અંગે (Jamnagar Police) જામનગર સિટી બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર આફતાબ એમ. શેખના ઘરે રહેલા સોનાના દાગીનાની (Theft) ચોરી થઈ છે. સૂટકેસમાં રાખવામાં આવેલા દાગીના (Gold Theft) ચોરાઈ ગયાં છે. જોકે (Jamnagar Police) પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. એલસીબીની ટીમ મકાન માલિકના ઘરે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પણ વાંચોઃ જામનગરમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી
જો કે ઘરની આજુબાજુ સીસીટીવી કેમેરા નથી
નવા ગામ ઘેડ વિસ્તારમાં આનંદ સોસાયટીમાં રહેતા આફતાબ એમ. શેખ સંયુક્ત પરિવારમાં રહે છે.જો કે ચોરી થઈ તે દિવસે આફતાબભાઇ બીજા માળે સૂતાં હોવાનું જણાવ્યું છે અને નીચેના રૂમમાં રાખવામાં આવેલા દાગીના કોઈ ચોરી ગયું હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ જામનગરના લાખોટા તળાવમાં આત્મહત્યા કરવા જતી યુવતીની મદદે પહોંચ્યુ 181