ETV Bharat / city

લીંબુનો રસ નાકમાં નાખવાથી કોરોના જતો રહેતો હોવાની ભ્રામક માન્યતા, વીસીએ કરી લોકોને અપિલ

હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે લોકો કોરોનાથી બચવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયામાં મોટાભાગની ભ્રામક માહિતીઓ લોકો વીડિયો મારફતે ફેલાવી રહ્યા છે. નાકમાં લીબુનો રસ નાખવા કફ અને ગળામાં રાહત થતી હોવાની ભ્રામક માહિતી લોકો ફેલાવી રહ્યા છે. લીંબુનો રસ નાકમાં નાખવાથી કફ નીકળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અનુપ ઠાકર આ વીડિયોને ભ્રામક ગણાવી રહ્યા છે.

Ayurvedic University
Ayurvedic University
author img

By

Published : May 5, 2021, 6:54 PM IST

  • લોકો કોરોનાથી બચવા માટે અપનાવી રહ્યા છે અવનવા નુસખા
  • લોકો વીડિયો મારફતે ફેલાવી રહ્યા છે સોશિયલ મીડિયામાં મોટાભાગની ભ્રામક માહિતીઓ
  • લીંબુનો રસ નાકમાં નાખવાથી કફ નીકળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જામનગર : હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે લોકો કોરોનાથી બચવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયામાં મોટાભાગની ભ્રામક માહિતીઓ લોકો વીડિયો મારફતે ફેલાવી રહ્યા છે. નાકમાં લીબુનો રસ નાખવા કફ અને ગળામાં રાહત થતી હોવાની ભ્રામક માહિતી લોકો ફેલાવી રહ્યા છે. લીંબુનો રસ નાકમાં નાખવાથી કફ નીકળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અનુપ ઠાકર આ વીડિયોને ભ્રામક ગણાવી રહ્યા છે. ડૉક્ટરની સલાહ વિના કોઈપણ જાતની આયુર્વેદિક તેમજ એલોપેથી દવા કોરોનાના દર્દીઓએ લેવી ન જોઈએ. યુટ્યૂબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આવા કોરોનાથી બચવાનાં ઉપાય વાળા વીડીયો ફરી રહ્યા છે જે તમામ વિડિયો ઓથેન્ટિક નથી.

લીંબુનો રસ નાકમાં નાખવાથી કોરોના જતો રહેતો હોવાની ભ્રામક માન્યતા

આ પણ વાંચો : વડોદરાનું એક એવું ગામ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, ગાઈડલાઈનના પાલન સાથે 10 લગ્નો પણ યોજાયા

જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી કોરોનાકાળમાં બની ઉપયોગી

જામનગરમાં વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે. આયુર્વેદિક યુનિવર્સિટી અનોખો ઇતિહાસ ધરાવે છે. આજે પણ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને આયુર્વેદિક ઉપચારોથી બચાવવામાં આવી રહ્યા છે. તેમજ આયુર્વેદિક યુનિવર્સિટીમાં રોજ વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધન્વંતરી રથ કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ પ્રકારની દવાઓ લોકોને આયુર્વેદિક આપવામાં આવી રહી છે. ધન્વંતરી રથના મારફતે હજારો લોકોને આયુર્વેદિક દવાઓ અપાય છે અને કોરોનાકાળમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ વધી છે.

જામનગર
જામનગર

આ પણ વાંચો : જામનગરના ગ્રામવિસ્તારોને કોરોનામુક્ત કરવા તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી

વીસી ડૉ. અનુપ ઠાકરે Etv Bharat સાથે કરી ખાસ વાતચીત

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં કોરોનાના દર્દીઓ રિકવર થઇ રહ્યા છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને આયુર્વેદિક યુનિવર્સિટી વચ્ચે કોરોનાકાળમાં MOU કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડ્યૂટી નિભાવતા તમામ સ્ટાફને આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહી છે. તો કોરોનાના દર્દીઓને પણ તમામ પ્રકારના આયુર્વેદિક ઉપચારો આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહ્યા છે. આયુર્વેદિક યુનિવર્સિટીમાં કોવિડ હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સારવાર અર્થે આવતા કોરોનાના દર્દીઓને સંપૂર્ણ આયુર્વેદિક ઉપચાર આપી સાજા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.