ETV Bharat / city

જામનગરની ખોડિયાર કોલોનીમાં બંધ મકાનમાં લાગી આગ, ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો - Fire

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં આજે સવારે 10 વાગે કોઈ કારણોસર આગની ઘટના બની હતી. તાત્કાલિક દોડી આવેલા ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી તે પહેલાં રૂ.4 લાખનું ફર્નિચર તેમ જ ઘરવખરી સળગી ગયાં હતાં.

જામનગરની ખોડિયાર કોલોનીમાં બંધ મકાનમાં લાગી આગ, ફાયરનિભાગે લીધી કાબૂમાં

author img

By

Published : Dec 12, 2020, 7:45 PM IST

• જામનગરમાં રહેણાંક મકાનમાં એકાએક આગ ભભૂકી
• મકાન ઘણાં સમયથી હતું બંધ હાલતમાં
• મકાનમાં રહેલું ફર્નિચર તેમજ ઘરવખરી બળીને ખાખ

જામનગરઃ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નીલકમલ સોસાયટી નજીકની સોઢા સ્કૂલ પાસે ટેનામેન્ટ ધરાવતા તુષારભાઈ નામના આસામીના રહેણાંક મકાનમાં આજે સવારે દસેક વાગ્યે કોઈ કારણથી આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર સ્ટાફ દોડી ગયો હતો. ફાયરના જવાનોએ એક ફાયર ફાઇટર વડે પાણીનો મારો શરૂ કરી આગને કાબૂમાં લીધી હતી.

મકાનમાં રહેલ ફર્નિચર તેમ જ ઘરવખરી બળીને ખાખ
  • 4 લાખ રૂપિયાનું નુકસાન

જો કે ત્યાં સુધીમાં આ મકાનમાં રહેલું ફર્નિચર તથા ઘરવખરી સળગી જતાં અંદાજે રૂ.4 લાખનું નુકસાન થયાનું હોવાનું જાણવા મળ્યું છે. આ મકાન કેટલાંક સમયથી બંધ પડ્યું હતું. તેમાં કંઈ રીતે આગ ભભૂકી ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે આગે દેખા દીધી ત્યારે થોડી મિનિટો માટે તે રહેણાંક વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.