- હકુભાએ સાદગીપૂર્ણ જન્મદિવસ ઊજવ્યો
- હકુભા જાડેજાએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી
- આગેવાનોએ હકુભાને જન્મદિવસની શુભકામના પાઠવી
જામનગર: અન્ન અને નાગરિક પૂરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજ શનિવારના રોજ લોકોના ઘર સુધી જઈ તેમને પ્રધાનમંત્રી વીમા યોજનાના ફોર્મ ભરાવી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. આ તકે રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, જામનગરમાં 78 તથા 79 વિધાનસભાના અંદાજે 1.25 લાખ જેટલા પરિવારોના મુખ્ય વ્યક્તિઓના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ફોર્મ ભરવાની આજ શનિવારથી શરૂઆત કરવામાં આવી છે.
![આગેવાનોએ હકુભાને જન્મદિવસની શુભકામના પાઠવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-04-bday-hakubha-7202728-mansukh_22052021143530_2205f_1621674330_525.jpg)
આ પણ વાંચોઃ જામનગરમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાની હાજરીમાં વોર્ડ 5 અને 6માં વેક્સિન કેમ્પ યોજાયો
70 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે
આગામી તા.1 ઓગસ્ટે પ્રધાન આર. સી. ફળદુના જન્મદિવસે એટલે કે આજથી માત્ર 70 દિવસના ટૂંકાગાળામાં આ તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિમા યોજનાનો તમામ ખર્ચ પ્રધાન આર. સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ તથા તેમના દ્વારા ચૂકવી લોકોને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરાયો છે.
આ પણ વાંચોઃ જાહેરનામા ભંગ કરવા બદલ રાજ્યપ્રધાન હકુભા સહિત 24 આરોપીઓ નિર્દોષ છૂટ્યા
કોણ કોણ રહ્યું હાજર
આ તકે શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા, મહામંત્રી સર્વે મેરામણભાઈ ભાટ્ટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંમણીયા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટર સર્વે સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ, જયરાજસિંહ, રાજુભાઈ તથા આલાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી તેમજ લોકોના વીમા યોજનાના ફોર્મ ભરાવવાની કામગીરીમાં જોડાયા હતા.