ETV Bharat / city

જામનગરમાં આજથી ફરી ચા અને પાન-મસાલાના ગલ્લાં ખુલ્લાં, જાહેરનામું પાછું ખેંચાયું

કોરોનાના ચેપને અટકાવવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ એક મહત્ત્વનું સાધન છે. ત્યારે ક્યાંય પણ ભીડ એકઠી થતી અટકાવવી તંત્ર માટે અગત્યની બાબત બની છે. જામનગરમાં આ કારણે જ છેલ્લાં દસ દિવસથી એક જાહેરનામું અમલમાં હતું કે, ચા અને પાનમસાલાના ગલ્લાં કે જ્યાં ભીડ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી. તેથી ગલ્લાં બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આજે તેના અમલના દિવસ ઘટાડીને નવું જાહેરનામું આપી ફરીથી તંત્રએ ચા અને પાનમસાલાના ગલ્લાં ખોલવાની છૂટ આપી દીધી છે.

જાહેરનામું પાછું ખેંચાતાં જામનગરમાં આજથી ફરી ચા અને પાન-મસાલાના ગલ્લાં ખુલ્લાં

author img

By

Published : Jul 23, 2020, 3:06 PM IST

જામનગરઃ JMC વિસ્તાર તેમ જ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં તા. 17/7 /2020ના જાહેરનામાથી તા. 27/7/2020 સુધી ચા, પાન, ગુટકાનું વેચાણ કરતાં લારી, ગલ્લા, દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો જે સમય અવધિમાં ફેરફાર કરી તા. 22/7/2020 સુધી કરવામાં આવેલ છે. જેથી ચા, પાન, ગુટકાનું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાનો આજથી ખુલી રાખી શકાય તે માટે છૂટછાટ આપવામાં આવી છે.

જામનગરમાં આજથી ફરી ચા અને પાન-મસાલાના ગલ્લાં ખુલ્લાં, જાહેરનામું પાછું ખેંચાયું
જામનગરમાં કોરોનાનું સંક્રમણ શરૂ થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચા તેમ જ લારી ગલ્લાઓ બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આજરોજ જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામામાં છૂટછાટ આપી છે અને ફરીથી નાના ધંધાર્થીઓ પોતાના ધંધા શરૂ કરે તે માટે છૂટ આપવામાં આવી છે.

મહત્વનું છે કે lockdown બાદ unlock અને ત્યારબાદ ફરીથી જામનગરમાં નાના ધંધાર્થીઓ એટલે કે ચા અને લારી ગલ્લા સાથે સંકળાયેલા વ્યક્તિઓના ધંધા બંધ થતાં તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.