ETV Bharat / city

જુનાગઢના વિદ્યાર્થીઓ ચીન કરતા યુરોપના દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરાયા - વિદેશમાં તબીબ અને ઇજનેરીનો અભ્યાસ

કોરોના સંક્રમણને કારણે આ વર્ષે પણ વિદેશમાં તબીબ અને ઇજનેરીનો અભ્યાસ (Engineering and medical study in abroad)કરવાને લઇને વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ મૂંજવણ ભરી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે જૂનાગઢ અને આસપાસના વિદ્યાર્થીઓ (Students from Junagadh ) ચાઈનાની જગ્યા પર યુરોપ અને એશિયાના દેશો જેવા કે યુકે, કેનેડા, જર્મની, નોર્વે, રસિયા, ફિલિપિન્સ અને સ્વીડન જેવા દેશોમાં તબીબી અને ઈજનેરીનો અભ્યાસ કરાવવા માટે પહેલ કરી રહ્યા છે.

જુનાગઢના વિદ્યાર્થીઓ ચીન કરતા યુરોપના દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરાયા
જુનાગઢના વિદ્યાર્થીઓ ચીન કરતા યુરોપના દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરાયા
author img

By

Published : Dec 7, 2021, 4:11 PM IST

  • આ વર્ષે પણ તબીબી અને ઈજનેરી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીની અપેક્ષા
  • વિદ્યાર્થીઓ યુરોપના દેશો તરફ દોડાવી રહ્યા છે નજર
  • સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓની પહેલી પસંદ ચીનની જગ્યા યુરોપ

જૂનાગઢ: કોરોના સંક્રમણ બાદ સતત બીજા વર્ષે જૂનાગઢ અને આસપાસના વિસ્તારના વિધ્યાર્થીઓ (Students from Junagadh ) તબીબી અને ઈજનેરી અભ્યાસ કરવાને લઇને ભારે મૂંજવણ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, બે વર્ષ પૂર્વે જૂનાગઢ અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓ તબીબ અને ઈજનેરનો અભ્યાસ (Engineering and medical study in abroad) કરવાને લઈને ચીનની યુનિવર્સિટીઓને પ્રથમ પસંદગી આપતા હતા, પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને હવે પાછલા બે વર્ષથી ચાઇનામાં તબીબ અને ઇજનેરનો અભ્યાસ કરવાને લઈને વાલીઓની સાથે વિદ્યાર્થીઓ પણ હવે ભારે મૂંજવણ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે જુનાગઢના વિદ્યાર્થીઓ ચાઈનાની જગ્યા પર યુરોપ દેશોના તબીબ અને ઈજનેરનો અભ્યાસ કરવાને લઇને પોતાની પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે. જેમાં કેનેડા, યુકે, રશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ પ્રથમ પસંદગી (students first priority) ઉતારી રહ્યા છે.

જુનાગઢના વિદ્યાર્થીઓ ચીન કરતા યુરોપના દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરાયા

ચાઇનામાં છ વર્ષ જ્યારે યુરોપના દેશોમાં આઠ વર્ષમાં તબીબનો અભ્યાસક્રમ

જૂનાગઢના આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ ચીના (junagadh students select china) પર પ્રથમ પસંદગી ઉતારતા હોવાનું ચોક્કસ કારણ સામે આવ્યું છે, ચીનમાં તબીબનો અભ્યાસક્રમ પાંચ વર્ષમાં પુર્ણ થાય છે, ત્યારબાદ એક વર્ષની ઇન્ટર્નશીપ કરવામાં આવે છે, જે ચાઇના અને ભારતમાં વિદ્યાર્થી કરી શકે છે, ત્યારબાદ તેને તબીબી અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, પરંતુ ચીનને બાદ કરતા યુરોપના અન્ય દેશોમાં તબીબનો અભ્યાસક્રમ આઠ વર્ષે પૂર્ણ થતો હોય છે, જે ચીન કરતા બે વર્ષ વધારે લાંબો જોવા મળે છે. જેના કારણે વિદ્યાર્થીઓ ચીનને પ્રથમ પસંદગી આપતા હતા, પરંતુ કોરોના સંક્રમણને કારણે હવે વિદ્યાર્થીઓ ફરજિયાત ચાઈનાની જગ્યા પર યુરોપના અન્ય દેશોમાં પ્રવેશ મેળવી રહ્યા છે.

જુનાગઢના વિદ્યાર્થીઓ ચીન કરતા યુરોપના દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરાયા
જુનાગઢના વિદ્યાર્થીઓ ચીન કરતા યુરોપના દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરાયા

યુરોપની સરકારી યુનિવર્સિટીમાં ફીથી લઈને સ્ટાઈપેન્ડ

યુરોપના દેશો જેવા ઈટલી, ફ્રાન્સ, નોર્વે, સ્પેન, જર્મની અને સ્વીડનના દેશોમાં આવેલી તમામ યુનિવર્સિટીમા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે, સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા પણ જે તે યુનિવર્સિટી દ્વારા નિશુલ્ક કરવામાં આવી છે, વધુમાં આ દેશોમાં તબીબ કે ઇજનેરીનો અભ્યાસ કરનાર પ્રત્યેક વિદ્યાર્થીને વર્ષ દરમિયાન 5 હજારથી લઈને 5200 યુરોનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જે ભારતીય રૂપિયાના ચાર લાખથી લઈને સાડા ચાર લાખ સુધીનું મૂલ્ય થાય છે. આમ યુરોપના દેશો ભારતમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાની સાથે શિક્ષણ મેળવવા બદલ તેમને પ્રતિ વર્ષ સ્ટાઇપન્ડ પણ આપી રહ્યા છે, જેને કારણે આ દેશોમાં તબીબ અને ઇજનેરનો અભ્યાસક્રમ કરવાને લઇને વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ધીમે ધીમે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Foreign tour of Junagadh students: કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીની તાલીમ લેવા કૃષિ કોલેજના 15 વિદ્યાર્થીઓ વિદેશ જશે

આ પણ વાંચો: Gujarat Police Physical Test : LRD અને PSIની 7 મેદાન ઉપર માવઠાના કારણે મોકૂફ રહેલી ફિઝિકલ ટેસ્ટ 12મીએ શરૂ થશે

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.