ETV Bharat / city

વેતન વધારાની માગ સાથે MP શાહ મેડિકલ કોલેજ અને GGH હોસ્પિટલનો સ્ટાફ અચોક્કસ મુદતની હડતાળ પર - માગ નહીં સંતોષાય ત્યાં સુધી ફરજ પર હાજર નહીં થાય

જામનગરમાં પણ ડોક્ટર્સ રાતદિવસ જોયા વગર કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે અહીંની હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સિંગનો સ્ટાફ આજથી એટલે કે બુધવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યો છે. આ કર્મચારીઓની માગ છે કે, તેમને યોગ્ય વેતન આપવામાં આવે.

વેતન વધારાની માગ સાથે MP શાહ મેડિકલ કોલેજ અને GGH હોસ્પિટલનો સ્ટાફ અચોક્કસ મુદતની હડતાળ પર

author img

By

Published : May 12, 2021, 5:36 PM IST

  • જામનગરમાં હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સિંગના કર્મચારીઓની હડતાળ
  • અમે મફત કામ કરીશું પણ સરકારના વેતનમાં કામ નહીં કરીએઃ કર્મચારીઓ
  • ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ પડતર માગને લઈ હડતાળ પર ઉતર્યા

જામનગરઃ શહેરમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ ડોક્ટર્સ કોરોનાના દર્દીઓની દિવસરાત સારવાર કરી રહ્યા છે, પરંતુ આવા સમયે જામનગરમાં હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

અમે મફત કામ કરીશું પણ સરકારના વેતનમાં કામ નહીં કરીએઃ કર્મચારીઓ
આ પણ વાંચોઃ સોલા સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂકર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર

જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના કાળમાં આઉટસોર્સિંગના કર્મચારીઓ ડ્યૂટી નિભાવતા હોય છે. તેવામાં તેમણે આજથી અચોકકસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. આ કર્મચારીઓની માગ છે કે, તેમનું વેનત વધારવામાં આવે. તેમને પૂરતું વેતન નથી મળતું. તો રાજ્ય સરકાર કે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આઉટસોર્સિંગના કર્મચારીઓને કાયમી પણ કરવામાં આવતા નથી, જેના કારણે આ કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 1,700થી વધુ સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી, જુનિયર ડોક્ટર્સનું સમર્થન

જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી કર્મચારીઓ ફરજ પર હાજર નહીં થાય

એક બાજુ આઉટસોર્સિંગના કર્મચારીઓ પાસે કોરોના કાળમાં પણ કોવિડની કામગીરી સોંપવામાં આવે છે. તો બીજી બાજુ પૂરતું વેતન મળતું નથી અને માત્ર નજીવી 5,000 રૂપિયાના પગારથી આઉટસોર્સિંગના કર્મચારીઓ GGH હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. આઉટસોર્સિંગના કર્મચારીઓ આજ રોજ MP શાહ મેડિકલ કોલેજ ખાતે એકઠા થયા હતા. આ સાથે તેઓ ઓફિસની બહાર બેસી પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. કર્મચારીઓએ કહ્યું કે, જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી ફરજ પર હાજર નહીં થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.