- યૌનશોષણ મામલે થઇ રહ્યાં નવા ખુલાસા
- 60 થી 70 યુવતીઓ બની છે ભોગ
- સરકારે કડક તપાસના આપ્યા આદેશ
જામનગર: બહુ ચર્ચિત યૌન શોષણ(sexual harassment case) મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. 4 દિવસ પહેલા જામનગરની હોસ્પિટલમાં ફરજ બજાવતા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવ્યા બાદ મીડિયા સમક્ષ વાત કરીને યુવતીએ તેમનું યૌન શોષણ થયાનું જણાવ્યું છે.
કમિટીની નિમણૂંક કરાઈ પણ યુવતીઓ નારાજ
યૌનશોષણ કેસ મામલે જામનગર ગુરુ ગોવિંદ હોસ્પિટલ ડીન તરીકે ફરજ બજાવતા નંદિની દેસાઈએ પણ અમુક યુવતીઓના નિવેદન લીધા છે અને અમુક યુવતીઓને નિવેદન માટે બોલાવી નથી. આથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે યુવતીઓ ભોગ નથી બની તેમના નિવેદન લેવામાં આવી રહ્યાં છે. તો કેટલીક યુવતીઓ બદનામ થવાના ડરને કારણે કમિટી સમક્ષ જઇ શકતી નથી. કેટલીક યુવતીઓએ હિંમત દાખવી છે અને મીડિયા સમક્ષ તેમજ કમિટી સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું છે. જે યુવકના ઘરમાં યુવતીઓનું શોષણ કરવામાં આવ્યું તે યુવક પણ મીડિયા સમક્ષ આવ્યો છે. તેણે જણાવ્યું છે કે તેના ઘરનો જાણ બહાર ઉપયોગ કરવામાં આવ્યો છે.
60 થી70 યુવતીઓ યૌન શોષણની ભોગ બની
સમગ્ર મામલામાં એક યુવતી સહિત કુલ 6 ઈસમો સંડોવાયેલા છે અને આ તમામ લોકોએ ચેન બનાવી 60 થી 70 જેટલી એટેન્ડન્સ યુવતીઓને યૌન શોષણનો ભોગ બનાવી છે. જો કે સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. કમિટીએ અમુક યુવતીઓના નિવેદન લીધા છે. તો જી.જી.હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા 1 આરોગ્ય કર્મચારીએ પણ યુવાન શોષણના મામલે નવો ઘટસ્ફોટ કર્યો છે. તેમને જણાવ્યું કે તેઓ છેલ્લા 8 મહિનાથી શોષણની વિગતો જાણતા હતા પણ આરોપી લાગવગવાળા હોવાથી તેઓએ પોતાની નોકરી બચાવી અને મૌન રહેવાનું નક્કી કર્યું હતું. જો કે ભોગ બનેલી યુવતીઓ જ મીડિયા સમક્ષ તેમજ કમિટી સમક્ષ પોતાના નિવેદનો આપવા માટે બહાર આવી ત્યારે આરોગ્ય કર્મચારીએ પણ નિવેદન આપીને યુવતીઓની સાથે ઉભા રહ્યાં છે.
સમગ્ર રાજ્યમાં યૌન શોષણના પડઘા પડ્યા
યૌન શોષણના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જામનગરના કલેક્ટરને ફોન કરી અને સમગ્ર મામલે કડક તપાસ થાય તેવા આદેશ આપ્યા છે તો રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જે જામનગરના જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પ્રાંત અધિકારીની આગેવાનીમાં 3 સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી હાલ તમામ યુવતીઓના નિવેદન લઇ રહી છે. જો કે આ યૌન શોષણ મામલે આમ આદમી પાર્ટીએ ઝપલાવ્યું છે તો કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે
NGO પણ આવી વ્હારે
જો કે ગુરુવારે અમદાવાદથી વિવિધ સામાજિક સંસ્થાઓની મહિલાઓ જામનગર ખાતે પહોંચી હતી. તેમણે ભોગ બનેલી યુવતીઓને હિંમત આપી હતી અને સમગ્ર મામલામાં તેઓ સાથ સહકાર આપશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.
ન્યાય નહીં ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે
ગુરુ ગોવિંદ હોસ્પિટલ ખાતે એટેન્ડન્સ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણાં યોજવામાં આવ્યા છે. ખાસ કરીને છેલ્લા 3 મહિનાથી પગાર નથી આવ્યો અને યૌન શોષણનો ભોગ બનેલી યુવતીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી એટેન્ડન્સ દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
શું આઉટ સોર્સથી જોબ કરતી યુવતીઓ સાથે થઈ રહ્યું છે યૌન શોષણ ?
કોરોના મહામારીના કારણે અનેક લોકોએ નોકરીઓ ગુમાવી છે ત્યારે આઉટ સોર્સિંગથી મોટા પ્રમાણમાં યુવતીઓને નોકરીઓ પણ આપવામાં આવી રહી છે. ઘણાં કિસ્સાઓમાં આ યુવતીઓ ક્યાંકને ક્યાંક યૌન શોષણનો ભોગ બનતી હોય તેવી ઘટનાઓ બની રહી છે. અમુક યુવતીઓ બદનામ થવાના ડરથી બહાર નથી આવતી તો અમુક યુવતીઓ હિંમત દાખવી અને યૌન શોષણના મામલાઓ બહાર લાવી રહી છે. ત્યારે સવાલએ થાય છે કે શું રાજ્ય વ્યાપી સ્તરે યૌનશોષણની ઘટનાઓ બની રહી છે?
આ પણ વાંચો: sexually harassment in gg hospital - ફરજ બજાવતી 60થી 70 યુવતી બની યૌન શોષણનો ભોગ, આરોગ્ય કર્મીએ કર્યો આક્ષેપ
GG Hospital Attendant Sexual Abuse Case: 8 યુવતીઓની 5 કલાક પૂછપરછ, 2 દિવસમાં કમિટી રિપોર્ટ આપશે
જામનગર યૌન શોષણ મામલો - એટેન્ડન્ટ્સ દ્વારા એમ. પી. શાહ મેડિકલ કોલેજ ખાતે અચોક્કસ મુદતના ધરણા
Indian Medical Association ડૉક્ટર્સ દ્વારા જામનગરમાં શાંતિપૂર્ણ વિરોધ