- જામનગર સ્કૂલ શરૂ
- ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન અભ્યાસક્રમ શરૂ
- છેલ્લા 10 મહિના બાદ ફરીથી શરૂ થઈ શાળાઓ
જામનગર:કોવિડની વૈશ્વિક મહામારીના કારણે દેશમાં સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, હવે રાજ્ય સરકારે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ફરીથી સ્કૂલો શરૂ કરી છે, ત્યારે સોમવારથી જામનગરમાં પણ સ્કૂલ શરૂ થઈ હતી.
પ્રથમ દિવસે સ્કૂલોમાં જોવા મળી પાંખી હાજરી
છેલ્લા 10 મહિના બાદ ફરીથી વિદ્યાથી કલાસરૂમમાં અભ્યાસ કરવા માટે આવ્યાં છે. જોકે, બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ફક્ત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જ સ્કૂલો ખોલી છે. જામનગરમાં સ્કૂલ શરૂ થતા પ્રથમ દિવસે સ્કૂલોમાં પાંખી હાજરી જોવા મળી હતી.
બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો સારો નિર્ણય
ETV ભારત સાથેની વાતચીતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઇન અભ્યાસક્રમથી અનેક પ્રશ્નોને લઈ મુંઝવણ અનુભવતા હતા. જોકે, હવે જે પ્રશ્નોનો ઉકેલ ઓનલાઈનમાં મળતો ન હતો તે કલાસ રૂમમાં શિક્ષકોને પૂછીને સોલ્યુશન કરી શકાશે. આમ પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પર દબાણ વધુ હોય છે. શિક્ષકોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો આ ખૂબ સારો નિર્ણય છે. ધોરણ 10 તથા 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલી છે જે યોગ્ય છે. બોર્ડના વિદ્યાર્થીઓ વ્યવસ્થિત અભ્યાસ કરી શકે અને તે પણ ક્લાસરૂમમાં ભણવાથી બોર્ડની પરીક્ષાની તૈયારી પણ સારી રીતે વિદ્યાર્થીઓ કરી શકશે.