ETV Bharat / city

જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને સ્થાનિકોએ દૂષિત પાણી મુદ્દે આપ્યું આવેદનપત્ર - jamnagar mahanagarpalika

જામનગરમાં વોર્ડ નંબર- 6માં જે પાણી આપવામાં આવે છે તે એટલું બધું દૂષિત હોય છે કે તે પાણી પીવા લાયક હોતું નથી. લોકોને ગંભીર રોગ થવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ બાબતે જામનગરના સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને દૂષિત પાણી મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું.

સ્થાનિકોએ દૂષિત પાણી મુદ્દે આપ્યું આવેદનપત્ર

author img

By

Published : Mar 15, 2021, 7:44 PM IST

  • દૂષિત પાણીને લઈને સ્થાનિકોમાં રોષ
  • વૉર્ડ નં-6માં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવે છે
  • લોકોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી

જામનગર: જિલ્લામાં વોર્ડ નંબર- 6માં ખેતીવાડી ફાર્મ ઇન્દિરા કોલોની જામનગર મનપા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે પાણી ખૂબ ડહોળું તેમજ ખરાબ કચરાવાળું દૂષિત આવે છે. જે કોઈપણ ભોગે પીવા લાયક હોતું નથી. જો તે પાણી રેગ્યુલર પીએ તો ઘણી ગંભીર બીમારીઓ થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

દૂષિત પાણીને લઈને સ્થાનિકોમાં રોષ

આ પણ વાંચો: પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ

મનપાના ડેપ્યુટી કમિશ્નરને આપ્યું આવેદનપત્ર

આવા ખરાબ પાણીનું સેવન કરવાના કારણે ગંભીર બીમારીઓ થાય છે. છેલ્લા આશરે બે માસથી સતત આવું ખરાબ પાણી આપવામાં આવે છે. આ અંગે પાણી પુરવઠા વિભાગમાં પણ અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં પણ આજદિન સુધી કોઈ પણ રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી નથી. જેના કારણે હાલની ફરિયાદ અરજી સાહેબ સમક્ષ લાવવાની જરૂરિયાત ઉભી થયેલી છે.

આ પણ વાંચો: બે દિવસ સુધી પીવાનું પાણી ન મળતા વહીવટદાર સામે શહેરીજનોનો રોષ

દૂષિત પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલન કરવામાં આવશે

વોર્ડ નંબર-6માં અનેક વિસ્તારમાં દૂષિત પાણી આવે છે. આ દુષિત પાણીના કારણે રોગચાળો ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો રોગના ભોગ બને તેવી શક્યતા છે. જેના કારણે વોર્ડ નંબર-6ના સ્થાનિકોએ ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, આગામી દિવસોમાં આ પ્રશ્નનો ઉકેલ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.