- રેસિડન્સ ડોક્ટર્સે આવેદનપત્ર પાઠવ્યું
- વિવિધ પડતર માંગણીઓને લઈ ડીન નદીન દેસાઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
- રેસિડન્સ ડૉક્ટર્સના સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માગ
જામનગરઃ જિલ્લામાં એક બાજુ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ 250 રેસિડન્ટ ડોક્ટર્સે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને આજે સોમવારે આવેદનપત્ર પાઠવ્યું હતું. રેસિડન્ટ ડોક્ટર્સ દ્વારા ડીન નદીન દેસાઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
કઈ કઈ માંગણીઓ છે ડોક્ટર્સની
- રેસિડન્સ ડૉક્ટર્સના સ્ટાઈપેન્ડમાં વધારો કરવામાં આવે
- મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના મુજબ માનદ વેતન આપવા બાબત
- ઇન્ટનર્સ તેમજ રેસીડન્ટ ડૉક્ટર્સના 1st ડિગ્રી એજ્યુકેશનને હોસ્પિટલમાં પ્રાથમિકતા આપવામાં આવે
આ પણ વાંચોઃ હડતાળનો સાતમો દિવસ: રાજકોટમાં આરોગ્યકર્મીઓ પોતાની માગ સાથે અડગ
રેસિડન્ટ ડોક્ટર્સ કોરોનાને કાબૂમાં લેવા માટે કરી રહ્યા છે ઉમદા કામગીરી
રેસિડેન્ટ ડોક્ટર્સ પોતાની સામાજિક અને પારિવારિક જીવનને નેવે મૂકીને સતત પોતાની ફરજ નિભાવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ત્રીજા વર્ષના ડોક્ટર્સના ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન કરવાની રજૂઆત પણ કરાઈ છે. સાથે સાથે બોન્ડ સેવા કરવાની પણ માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રેસિડન્ટ ડોક્ટર એપ્રિલ 2020થી આજદિન સુધી કોવિડમાં ડ્યૂટી નિભાવી રહ્યાં છે. 24 કલાક ડ્યૂટી નિભાવતા રેસિડન્ટ ડોક્ટરે કોરોના કાબૂમાં લેવા માટે ઉમદા કામગીરી કરી છે. જોકે, ડોકટરને હજુ સુધી યોગ્ય માનદ વેતન મળતું નથી.
આ પણ વાંચોઃ જામનગરમાં કોરોના બેકાબૂ, કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો