- મુકેશ અંબાણીએ ગુજરાતને આપી મોટી ભેટ
- જામનગરમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કરાશે શરૂ
- 2030 સુધીમાં 100 ગીગા-વૉટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક
ન્યૂઝ ડેસ્ક : Reliance AGM 2021 માં મુકેશ અંબાણીએ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. તેમણે જામનગરમાં 5 હજાર એકર જમીનમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ (Renewable Energy Project) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની આગામી 3 વર્ષમાં રૂપિયા 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 100 ગીગા-વૉટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનો છે. જેના માટે જામનગરમાં 4 ફેક્ટરી ઉભી કરવામાં આવશે.
JioPhone Next સ્માર્ટફોન કરાયો લોન્ચ
Reliance AGM 2021માં ગૂગલ અને જિઓની પાર્ટનરશિપથી તૈયાર કરાયેલો જિઓફોન નેક્સ્ટ (JioPhone Next) લોન્ચ કરાયો છે. આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. એન્ડ્રોઈડ બેઝ્ડ આ સ્માર્ટફોન ખૂબ જ વ્યાજબી ભાવે સામાન્ય લોકોના બજેટને અનુલક્ષીને તૈયાર કરાયો છે. એન્ડ્રોઈડ અને ગૂગલના કારણે ઉપયોગકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. સ્માર્ટફોનની કેમેરા ક્વોલિટી અને એન્ડ્રોઈડ વર્ઝન પણ અપડેટેડ હશે." જોકે, જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની કિંમત અંગે તેમણે કંઈ જણાવ્યું ન હતું.
દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક - મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, "દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક છે. જેના માટે મુકેશ અંબાણીએ જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની જાહેરાત બાદ તેમણે 5G સર્વિસની જાહેરાત પણ કરી હતી. 5G સર્વિસ માટે કંપની દ્વારા કરાયેલા પરિક્ષણોમાં જિઓની ટોચની સ્પીડ 16 GB પર સેકન્ડ હતી. આ સ્પીડથી કોઈપણ ફિલ્મ એક સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે છે.
રિલાયન્સ પરિવારના 20 લાખ લોકોને ફ્રી વેક્સિન - નીતા અંબાણી
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ કહ્યું હતું કે, કોરોના એ વૈશ્વિક મહામારી છે. તેણે વિશ્વભરમાં માનવતાની કસોટી પારખી છે. આ લડાઈમાં આપણે સાથે મળીને લડવાનું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)નું મિશન 'વેક્સિન સુરક્ષા' દેશની સૌથી મોટી કોર્પોરેટ વેક્સિનેશન ડ્રાઈવ (biggest corporate vaccination drive of India) છે. જેના અંતર્ગત રિલાયન્સ પરિવારના રિટાયર્ડ કર્મચારીઓ, પાર્ટનર કંપનીના કર્મચારીઓ અને તમામના પરિવારજનોને મળીને કુલ 20 લાખ લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવશે.