- જામનગરમાં રાષ્ટ્રધર્મ વિજયયાત્રાનું આગમન
- સંતો મહંતોએ પગપાળાયાત્રાને આવકારી
- પર્યાવરણ જતન અને ગાયો બચાવવા નર્મદાનંદ મહારાજની આગેવાનીમાં યોજાઇ યાત્રા
જામનગર: નર્મદાનંદ મહારાજની આગેવાનીમાં જ્યોતિર્લિંગની રાષ્ટ્રધર્મ વિજયયાત્રાનું શુક્રવારે સવારે આઠ વાગ્યે જામનગરમાં આગમન થયું હતું. ગૌમાતાની રક્ષા, પર્યાવરણ જતન, શુદ્ધ જળ અને ધર્મ રક્ષા અર્થે આ યાત્રા યોજાઇ છે. આ યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ જામનગર અને અનેક સંતો-મહંતોએ સ્વાગત કર્યુ હતું.
નર્મદાનંદ મહારાજની આગેવાનીમાં રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું જામનગરમાં થયું આગમન સ્વામિનારાયણ ગુરુકુળ આશ્રમ ખાતેથી જામનગર શહેરમાં પ્રવેશ કર્યોપહેલા વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા દ્વારા પગપાળાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી પગપાળા યાત્રા પસાર થઈ હતી જેમાં સમર્પણ હોસ્પિટલ, દિગ્જામ સર્કલ, જિલ્લા પંચાયત, લીમડા લાઈન, કાશીવિશ્વનાથ રોડ, ગુલાબ નગરમાંથી પસાર થઈ હતી. જામનગરમાં લીમડાલાઈન ખાતે અણદાબાવા આશ્રમમાં સવારે 11 વાગ્યે સંતો મહંતો સાથે જનકલ્યાણકારી વિષયો પર ચર્ચા પણ કરવામાં આવી હતી તેમજ લોકોને દર્શન માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.