- જામનગરના બાલા હનુમાન મંદિરમાં 57 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે
- કોરોનાકાળમાં રામ નવમીની સાદગીભર ઉજવણી
- રામ નવમી નિમિતે વધુ ભક્તો એકઠા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું
જામનગર: દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કોરોનાકાળમાં બાલા હનુમાન મંદિરમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા હતા.જોકે મંદિર મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અડવાણીએ યોજેલી રથયાત્રાનો રામદરબાર આજે પણ જેતપુરમાં છે હયાત
57 વર્ષથી ચાલી રહી છે અખંડ રામધૂન
બાલા હનુમાન મંદિરમાં 57 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. આજે રામનવમી નિમિતે બપોરે 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના ઈસ્કોન મંદિરમાં રામ નવમીની સાદાઈ પૂર્વક ઉજવણી
કોવિડ ગાઈડ લાઈનનું કરવામાં આવ્યું પાલન
મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તેમજ માસ્ક ફરજિયાત પહેરવા અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા મંદિર પ્રશાસન દ્વારા પાલન કરાવવામાં આવ્યું હતું.