લાલપુર તાલુકાના મોટા ખડબા, નાના ખડબા, માધુપુર, વાવડી, મુરીલા, હરિપર, રક્કા, ખટિયા, વલ્લભપુર વિસ્તારમાં 2 થી 3 ઈંચ વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 28 જૂન સુધીમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદના આંકડા જોઈએ તો જાળિયા દેવાણીમાં 24 મી.મી., નિકાવામાં 12 મી.મી., ખરેડીમાં 18 મી.મી,નવાગામમાં 40 મી.મી. અને મોટા ખડબામાં 57 મી.મી. વરસાદ નોંધાયો હતો. સડોદર પંથકમાં આશરે દોઢેક ઈંચ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.