- રાસાયણિક ખાતરની કંપનીઓએ કેન્દ્ર સરકારમાં ભાવ વધારવાની દરખાસ્ત મૂકી છે
- રાસાયણિક ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી : આર. સી. ફળદુ
- મીડિયાના અહેવાલ પ્રમાણે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી
જામનગર : ચોમાસાની સીઝન નજીક આવી રહી છે, ત્યારે મીડિયાના અહેવાલ પ્રમાણે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાની વાત બહાર આવી હતી. જોકે રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ આ વાતનું ખંડન કર્યું છે. સાથે સાથે કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું છે કે, હજુ રાજ્ય સરકાર પાસે રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓએ દરખાસ્ત મૂકી છે. જોકે મોદી સરકાર તેમાંથી કોઈ પણ રસ્તો નીકળશે અને રસાયણિક ખાતરના ભાવ વધારા કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો : રાસાયણિક ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા મોરબી APMC ચેરમેનનો વડાપ્રધાનને પત્ર
મોદી સરકાર રાસાયણિક ખાતરના ભાવમાં વધારો નહિ કરે પણ કોઈ ઉપાય શોધશે
સોશિયલ મીડિયામાં પણ રાસાયણિક ખાતરના ભાવ વધારા અંગેની પોસ્ટ મૂકવામાં આવી હતી. જોકે કૃષિપ્રધાન આર. સી. ફળદુએ તમામ વાતને પાયા વિહોણી ગણાવી છે અને કોંગ્રેસ દ્વારા લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.