- વોર્ડ નંબર 5 ગણાય છે ભાજપનો ગઢ
- છેલ્લા 25 વર્ષથી ભાજપના કોર્પોરેટર ચૂંટાઈ આવે છે
- રખડતા ઢોરની છે મુખ્ય સમસ્યાં
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આવી રહી છે, ત્યારે શહેરમાં વોર્ડ નંબર 5ની વાત કરીએ તો આ વૉર્ડ ભાજપનો ગઢ ગણાય છે, કારણે કે છેલ્લા 25 વર્ષથી આ વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર ચૂંટાઈ આવે છે. જામનગર શહેરમાં અન્યની સરખામણીમાં વોર્ડ નંબર 5 માં રોડ રસ્તા તેમજ ગટરની વ્યવસ્થા સારી છે. જોકે, આ વૉર્ડમાં રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનો માટે માથાના દુખાવારૂપ બની ગયો છે.
કેટલીક સોસાયટીમાં રોડ ખરાબ
સાફ સફાઈની વાત કરીએ તો આ વિસ્તારમાં મોટાભાગની સોસાયટીમાં નિયમિત પણે સાફ-સફાઈ થાય છે. જોકે, અમુક સોસાયટીમાં રોડ ખરાબ થયા છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાવાના કારણે આ રસ્તા ખરાબ થયા છે.
વોર્ડ નંબર 5ની મુખ્ય સમસ્યાનો ઉકેલ
વોર્ડ નંબર 5 મા રહેતા સ્થાનિકો જણાવી રહ્યા છે કે, રખડતા ઢોરનો જે ત્રાસ છે તેના ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા રણજીતસાગર ડેમ પાસે બનાવવામાં આવેલા ઢોરવાડામાં જો આ રખડતા ઢોરોને રાખવામાં આવે તો અહીંથી કાયમને માટે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય એમ છે. આ વિસ્તારમાં અનેક વખત મહિલાઓ રખડતા ઢોરના અડફેટે ચડી છે અને મોતને પણ ભેટી છે.
વૉર્ડ નંબર 5માં આવેલી મુખ્ય સોસાયટીઓ
નિલકમલ સોસાયટી | જય ભગવાન સોસાયટી | શરૂ સેક્સન રોડ | રોયલ પુષ્પ પાર્ક |
હિમાલય સોસાયટી | માસ્તર સોસાયટી | કસ્ટમ ઓફિસ | વાલકેશ્વરી સોસાયટી |
આશાપુરા સોસાયટી | દિવ્યમ પાર્ક | સી એ હાઉસ | મહાવીર સોસાયટી |
સરદાર પટેલ સોસાયટી | રાજનગર | પાર્ક કોલોની | પંચવટી સોસાયટી |
ન્યુ આરામ સોસાયટી | ચિત્રકૂટ સોસાયટી | કમીશ્નર બંગલો | સ્વસ્તિક સોસાયટી |
આ વૉર્ડમાં કુલ વસ્તી
પુરુષ | મહિલા | કુલ |
17938 | 16940 | 38878 |
મતદારોની સંખ્યા
પુરુષ | મહિલા | કુલ |
12453 | 11878 | 24331 |
કોર્પોરેટર
ડિમ્પલ જગત રાવલ |
બીના કોઠારી |
કરશન કરમુર |
ધર્મરાજસિંહ જાડેજા |