જામનગર: દિવસે દિવસે મોંઘવારી સતત વધતી જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલ ગેસના ભાવમાં વધારો (Fertilizer price hike issue) થયો છે. તો સરકારે સેન્દ્રીય ખાતરમાં પણ ધરખમ વધારો કર્યો છે. જેને લઇ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ખાતરના ભાવ વધારા મુદ્દે રાજ્યના કૃષિ પ્રધાન(Minister of State for Agriculture) રાઘવજી પટેલે જણાવ્યું કે શિયા યૂક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ કોરોનાને કારણે જે પ્રકારની સ્થિતિ ખરાબ થાય છે. જેને લીધે ખાતરના ભાવમાં નાછૂટકે વધારો કરવો પડ્યો છે. જેવી ચૂંટણી જાય તરત જ પેટ્રોલ ડીઝલ રાંધણગેસ અને સેન્દ્રીય ખાતરના(LPG and organic manure) ભાવમાં ધરખમ વધારો થયો છે જેને લઇ મધ્યમ વર્ગ સુધી લઈ સામાન્ય માણસ પણ મુશ્કેલીમાં મુકાયો(common man got into trouble) છે.
આ પણ વાંચો: Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને સુરતીઓ શું કહે છે જૂઓ...
ખાતરના ભાવ વધારા મુદ્દે Etv ભારત સાથે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કરી ખાસ વાતચીત - રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે ખાતરમાં ભાવ વધારો એ કાચા માલ સમયસર મળતું નથી અને રશિયા યૂક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેમજ કોરોનાને કારણે જે પ્રકારની સ્થિતિ ખરાબ થાય છે તેના કારણે ખાતરના ભાવમાં નાછૂટકે વધારો કરવો પડ્યો છે એમ કહી કૃષિ પ્રધાને ખાતરના ભાવમાં વધારો થવાના કારણો પણ જણાવ્યા છે.
આ પણ વાંચો: Congress Protest in Patan: પાટણમાં કોંગ્રેસે ગધેડા ઉપર ગેસના બાટલા મૂકી મોંઘવારીનો કર્યો વિરોધ
સતત વધતી મોંઘવારી લોકો માટે બની મુસીબત - લોકો પોતાનો અવાજ સોશિયલ મીડિયાના(Own voice in social media) માધ્યમથી ઉઠાવી રહ્યા છે જોકે મોંઘવારી મુદ્દે(On the issue of inflation) હજુ પણ અનેક લોકો વ્રત પાડી રહ્યા છે કારણ કે ચૂંટણી આવે ત્યારે તમામ વસ્તુઓના ભાવમાં ઘટાડો થતો જોવા મળે છે અને જેવી ચૂંટણી જાય તરત જ પેટ્રોલ ડીઝલ રાંધણગેસ અને સેન્દ્રીય ખાતરના ભાવમાં ધરખમ વધારો થયો છે જેને લઇ મધ્યમ વર્ગ(middle class) સુધી લઈ સામાન્ય માણસ પણ મુશ્કેલીમાં મુકાયો છે.
જગતનો તાત રાત દિવસ કાળી મજૂરી કરી - પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે જોકે હવે ચોમાસુ પાક(Monsoon crop) પહેલા ખેડૂતો ખેતરમાં સેન્દ્રીય ખાતર નું વાવેતર કરતા હોય છે ત્યારે સેન્દ્રીય ખાતરના ભાવમાં વધારો થતાં ક્યાંકને ક્યાંક ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. રશિયા યૂક્રેન વચ્ચેનું યુદ્ધ અને કોરોના તેમજ કાચો માલ વિદેશમાંથી આવતો હોવાના કારણે ખાતરના ભાવમાં થયેલો વધારો. DAP NPAના ભાવમાં ખાસો એવો વધારો થયો છે. જગતનો તાત ખાતરના ભાવ વધારાથી મુશ્કેલીમાં મુકાશે.