ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજના નામે ફ્રી પેટ્રોલની ઓફર
લાલપુર બાયપાસ પાસે યુનો પેટ્રોલ પંપ પર અપાયું પેટ્રોલ
500 રુપિયા સુધીનું પેટ્રોલ ફ્રી મળતાં લોકો ઉમટ્યાં
જામનગરઃ જામનગર પાસે આવેલા લાલપુર બાયપાસ પાસે યુનો પેટ્રોલ પંપમાં નીરજ નામના વ્યક્તિઓને રૂપિયા 500નું પેટ્રોલ ફ્રીમાં આપવાની પેટ્રોલ પંપના માલિકે જાહેરાત કરી હતી. નીરજ ચોપડા એક એવું નામ છે હવે દરેક ભારતીયના મુખે ગૂંજતું થયુ છે.તાજેતરમાં નીરજ ચોપડાએ એથ્લેટિક્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વમાં ભારતનુ નામ રોશન કર્યુ છે ત્યારે જામનગરમાં પણ યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી જે કોઈનુ નામ નીરજ હશે તેને લાલપુર બાયપાસ પાસે ખીમલીયા યુનો પેટ્રોલ પંપના સંચાલક દ્વારા રૂપિયા 501નું પેટ્રોલ મફત આપવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
રુ. 500નું ફ્રી પેટ્રોલ લેવા માટે પડાપડી
પેટ્રોલ પંપના માલીક પરાગભાઈ શાહ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.યુનો પેટ્રોલ પંપ ખાતે ફ્રી પેટ્રોલ લેવા માટે નીરજ નામના વ્યક્તિઓ આવી રહ્યાં છેઅત્યાર સુધી 70 જેટલા નીરજ નામના લોકોએ આ ઓફરનો લાભ લીધો છે. જોકે 70માંથી અડધા લોકો નીરજના ઓલમ્પિક મેડલ વિશે જાણતાં નથી.મોંઘા ભાવનું પેટ્રોલ ફ્રીમાં મળતાં પેટ્રોલ પુરાવવા માટે આવતા નીરજમાંથી એક પણ નીરજ મીડિયા સામે બોલવા તૈયાર નથી અને ફ્રી પેટ્રોલ પુરાવી ચાલતી પકડી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ઈસરો દ્વારા 12 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવનારા સેટેલાઈટના વિવિધ પાર્ટ્સ જામનગરમાં કરાયા છે તૈયાર
આ પણ વાંચોઃ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને રૂપિયા 8.5 કરોડનું સીટી સ્કેનિગ મશીન ફળવાયું