- જામનગર કોવિડ હોસ્પિટલમાં કેટલો ઓક્સિજન ? કેટલી જરૂરિયાત?
- જી.જી.હોસ્પિટલમાં જ રોજ 50 હજાર લીટર ઓક્સિજન વપરાઈ રહ્યો છે
- જામનગરની જી.જી.હોસ્પિટલમાં અને આયુર્વેદિક હોસ્પિટલમાં 6 ટેન્ક કાર્યરત કરવામાં આવી છે
જામનગરઃ કોવિડ હોસ્પિટલ પાસે તંત્ર દ્વારા રાતોરાત ઓક્સિજન ટેન્ક બનાવવામાં આવી છે. જેમાં 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા છે. કુલ મળીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં અને આયુર્વેદિક હોસ્પિટલમાં 6 ટેન્ક કાર્યરત કરવામાં આવી છે. મોરબીથી રોજ એક ખાનગી કંપની પાસેથી જી.જી હોસ્પિટલમાં ઓક્સિજન વેચાતો લેવામાં આવે છે.
આ પણ વાંચોઃ જામનગર: રિલાયન્સ સમગ્ર દેશમાં મોકલશે 700 ટન ઓક્સિજન
ખાનગી કંપની પાસેથી વેચાતો લેવામાં આવી રહ્યો છે ઓક્સિજન
દિનપ્રતિદિન કોરોનાના ક્રિટીકલ કેસ વધી રહ્યા છે. જેના કારણે ઓક્સિજનનું પ્રમાણ પણ વધારવામાં આવી રહ્યું છે. અગાઉ માત્ર 30 હજાર લીટર ઓક્સિજન ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં રાખવામાં આવતો હતો. જોકે હવે દિન-પ્રતિદિન તેનો ઉપયોગ વધતાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. છેલ્લા આંકડા મુજબ રોજ 50 હજાર લીટરથી વધુ ઓક્સિજન દર્દીઓ પાછળ વપરાય છે અને હજુ પણ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન વેચાતો લેવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરની સિવિલ દ્વારા કોલવડા હોસ્પિટલમાં 300 લીટર પ્રતિ મિનિટનો ઓક્સિજન પ્લાન્ટ નખાશે
જામનગર શહેરમાં સાત ખાનગી હોસ્પિટલ કોરોનાની શરૂ કરવામાં આવી છે. જેમાં મોટાભાગની હોસ્પિટલમાં બહારથી ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે. સિલિન્ડરમાં આવતો ઓક્સિજન ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહ્યો છે. જી.જી.હોસ્પિટલમાં મેનેજમેન્ટ દ્વારા ઓક્સિજનની અછત ઉભી ન થાય તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.