ETV Bharat / city

જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો - રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગરમાં રવિવારે સાંજે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરાતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર પહેલા જ મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા અને રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા હોસ્પિટલે પહોંચ્યા હતા.

જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા
જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા
author img

By

Published : May 23, 2021, 10:08 PM IST

  • યુવરાજસિંહ નામના યુવાન ઉપર અજાણ્યા શખ્સએ કર્યો જીવલેણ હુમલો
  • યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
  • પ્રાથમિક તારણમાં નિવૃત પોલીસકર્મી દ્વારા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું

જામનગર: શહેર નજીક ઠેબા ચોકડી પાસે રવિવારે સાંજના સમયે યુવરાજસિંહ નામના યુવાન ઉપર કોઇ કારણસર અજાણ્યા શખ્સએ જીવલેણ હુમલો કરાતા યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ, યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઘટના CCTV કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા

આ પણ વાંચો: જામનગર પોલીસે ચેઇનની ચીલઝડપ કરનાર 2 આરોપીની કરી ધરપકડ

રાજ્ય પ્રધાન હકુભા જી જી હોસ્પિટલમાં પહોંચ્યા

યુવાનની સારવાર કારગત નિવડે તે પહેલા મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન તથા LCB સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બાદ સમગ્ર સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો. આ ઉપરાંત, યુવાનની હત્યાની જાણ થતાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) હોસ્પિટલે પહોંચી ગયા હતા. અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. પોલીસે હત્યાની ઘટનામાં તપાસ હાથ ધરતાં પ્રાથમિક તારણમાં કોઇ નિવૃત પોલીસકર્મી દ્વારા હત્યા નિપજાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં પોલીસ દ્વારા સિંધી માર્કેટ બંધ કરાઈ, વેપારીઓની પોલીસ સામે રાવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.