ETV Bharat / city

Mass wedding ceremony in Jamnagar : તપોવન ફાઉન્ડેશન દ્વારા 16 અનાથ યુવતીઓના ધામધૂમપૂર્વક લગ્ન કરાવાયાં

જામનગરના તપોવન ફાઉન્ડેશને (Tapovan Foundation Jamnagar) માતાપિતા અથવા પિતાવિહોણી 16 દીકરીઓના સમૂહ લગ્ન આયોજિત (Mass wedding ceremony in Jamnagar ) કર્યાં હતાં. વિવિધ સંસ્થાઓની મદદથી દીકરીઓને કરીયાવરમાં શું ભેટ અપાઇ તે વાંચો આ અહેવાલમાં.

Mass wedding ceremony in Jamnagar : તપોવન ફાઉન્ડેશન દ્વારા 16 અનાથ યુવતીઓના ધામધૂમપૂર્વક લગ્ન કરાવાયાં
Mass wedding ceremony in Jamnagar : તપોવન ફાઉન્ડેશન દ્વારા 16 અનાથ યુવતીઓના ધામધૂમપૂર્વક લગ્ન કરાવાયાં
author img

By

Published : Apr 18, 2022, 3:21 PM IST

જામનગર- જામનગરમાં તપોવન ફાઉન્ડેશન(Tapovan Foundation Jamnagar) દ્વારા 17 એપ્રિલ (રવિવાર)ના રોજ માતા-પિતા અથવા પિતા વિહોણી 16 દીકરીઓના સમુહ લગ્નોત્સવ યોજવામાં (Mass wedding ceremony in Jamnagar ) આવ્યાં હતાં. સંસ્થા દ્વારા સહયોગીઓની મદદથી દીકરીઓને કુલ 139 જેટલી નાની-મોટી વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી હતી. આ લગ્નોત્સવનું આયોજન કરનાર ટ્રસ્ટના ફાઉન્ડર રાજેનભાઈ જાની, ટ્રસ્ટી પૂર્વ શિક્ષણપ્રધાન પ્રો.વસુબેન ત્રિવેદી (Trust of former Education Minister Prof. Vasubeen Trivedi)તથા ટ્રસ્ટી પરેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ તપોવન ફાઉન્ડેશન દ્વારા અન્ય સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. હાલ જામનગરમાં વસુબેન ત્રિવેદી અને પરેશભાઈ જાની ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.

વસુબેન ત્રિવેદી અને પરેશભાઈ જાની ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે

આ પણ વાંચોઃ રાજકોટમાં 12 અનાથ દીકરીઓના સમૂહ લગ્નમાં પોલીસ ત્રાટકી, 2 લોકોની અટકાયત

શું છે તપોવન ફાઉન્ડેશન - તપોવન ફાઉન્ડેશન (Tapovan Foundation Jamnagar) દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં વયવંદના સ્વરૂપે વડીલોને હુંફ આપતું આધુનિક સુવિધાઓ સાથે સુસજ્જ નિ:શુલ્ક વાત્સલ્યધામ પણ કાર્યરત છે. સંસ્થા દ્વારા સમાજની કોઈપણ દીકરીના લગ્ન નિ:શુલ્ક રીતે શાસ્ત્રોક્ત વિધિથી કરાવવામાં આવે છે. હિન્દુ રિતરિવાજ પ્રમાણે આધુનિક હોલમાં-મર્યાદિત સંખ્યામાં ભોજન સહિતનો ખર્ચ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. નિ:શુલ્ક યજ્ઞોપવિત વિધિ ઉપરાંત હરેશ્વર મહાદેવ મંદિર તથા તેના પ્રાંગણમાં આવેલા વિશાળ યજ્ઞમંડપમાં બધા જ તહેવારોની ઉજવણી તેમજ નાની-મોટી પૂજા તથા યજ્ઞ માટેની સંપૂર્ણ નિ:શુલ્ક વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ વડોદરામાં કોરોના વચ્ચે સમૂહ લગ્નોત્સવ યોજાયો

કોરોનાકાળમાં પણ આપી સેવા - તે સમયે વાત્સલ્યધામમાં જે સત્સંગ હોલની જગ્યા હતી ત્યાં સમાજની કોઈપણ દીકરીના લગ્ન યોજવામાં આવ્યાં હતાં. જગ્યાથી માંડી, મંડપ, લગ્નની સામગ્રી, 50 લોકોનું ભોજન કોરોનાના તમામ નિયમોના પાલન સાથે કરાવી લગ્ન આપવામાં આવતાં હતાં.

લગ્નોત્સવ અંગે માહિતી - આ કાર્યક્રમ ખૂબ જ મોટા આયોજન સાથે યોજાવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્ન સાદાઈથી નહીં પણ ખૂબ જ ધામધૂમ સાથે કરવામાં આવ્યો હતો. જેમાં બેન્ડવાજા, ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ (Mass wedding ceremony in Jamnagar ) લગ્નોત્સવને લઈ 150 વોલિયન્ટર્સે સેવા આપી કુલ અલગ અલગ વિભાગ પાડી 25 કમિટી તૈયાર કરી હતી. જેમાં બહેનોનો પણ સમાવેશ થાય છે. દરેક મંડપમાં 2 વોલિયન્ટર્સે સેવા આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.