- રાજ્યભરમાં ડીઝલ પંપના વેચાણકર્તાઓ કરે છે વેટ ચોરી
- ગુજરાત પેટ્રોલિયમ ડીઝલ એસોસિએશને કર્યો આક્ષેપ
- કન્ઝયૂમર ડીઝલ પંપોની વેટ ચોરીનું કરોડોનું કોંભાડ છતાં તંત્રનું ભેદી મૌન
જામનગરઃ આ કન્ઝયૂમર પંપમાં માત્ર ડીઝલનું જ વેચાણ થતું હોય છે અને ડીઝલ પંપો પોતે જ વપરાશકર્તા હોય છે. તે માત્ર પોતાના જ ડીઝલના વપરાશ માટે આપવામાં આવે છે અને તે પોતે સીધા વપરાશકર્તા હોય તે હેતુથી બજારભાવ કરતા રૂ.2 પ્રતિ લીટર સસ્તા ભાવે તેમને મળતું હોય છે. આ ડીઝલ ખોતે જ વપરાશ માટે લખશે કે તેમનું ફરીથી વેચાણ થઈ શકે નહી અને વહેંચી અર્થ બીલ પણ આપી શકે નહી, પરંતુ નાયરા એનર્જી લિમિટેડ (એસ્સાર ઓઈલ) જેવી કંપનીઓ આવા કન્ઝ્યૂમર પંપો આપી અને ખૂલ્લા બજારમાં પ્રતિ લીટર રૂ. 2 આછા ભાવે વેચાણ કરવા માટે કોઈ રોક ટોક વિના વેચાણ કરાવે છે.
ગુજરાત પેટ્રોલિયમ ડીઝલ એસોસિએશન દ્વારા નાયબ મુખ્યપ્રધાનને કરાઈ રજૂઆત
આવો પંપ જામજોધપુર તાલુકામાં જામ જોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ચલાવાય છે તેમ જ જામનગર-પોરબંદર તેમ જ જૂનાગઢ જિલ્લામાં સહિત ગુજરાતભરમાં આવા પંપો છે અને નવા પંપ ખોલવાની ફિરાકમાં છે. ખાનગી કેપનીઓ ત્યારે જેમની સીધી અસર ગુજરાત સરકારની તિજોરી પર પડે છે અને સરકારને કરોડો રૂપિયાની વેટની સીધી નુકસાની જાય છે. સરકાર એક બે ઉદ્યાગપતિને સાચવવા, અને નાયરા એનર્જી લિ. (એસ્સાર ઓઈલ) જેવી પ્રાઈવેટ કેપનીને સાચવવા સરકારી તિજોરીને નુકશાનકારક કરોડોનું વેટ ચોરી કોંભાડ નજરઅંદાજ કરી રહી છે.
નાયબ મુખ્યપ્રધાનને આ અંગે જાણ કરી છતા સરકાર કેમ ચૂપ છે?
આ બાબતે ઘણા પેટ્રોલપંપ માલિકો સરકારને વારંવાર લેખિતમાં રજૂઆત કરે છે, પરંતુ આ પ્રાઈવેટ કંપનીઓ વિરુદ્ધ આંધળી બહેરી સરકાર કરોડો રૂપિયાની સરકારને વેટની નુકસાની જવા છતાં પગલા લેતી નથી અને ભેદી મૌન ધારણ કરીને આ અંગે શું કામ બેઠી છે. તેવો વેધક સવાલ જામજોધપુર પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દ્વારા ઊઠાવાઈ રહ્યો છે. આ અંગે ગુજરાત પેટ્રોલિયમ ડીઝલ એસોસિએશન દ્વારા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાનને પણ લેખિતમાં જાણ કરેલ છતા સરકાર ચુપ છે?.