ETV Bharat / city

જામનગરમાં ઓમ ટ્રેડીંગના સંચાલકોએ નિવૃત્ત આર્મીમેન સાથે રૂપિયા 33 લાખની છેતરપિંડી કરી - પ્રાથમિક તપાસ

જામનગરમાં આર્મીના નિવૃત્ત કર્મચારી સાથે 2 મહિલા સહિત 7 શખ્સોએ છેતરપિંડી કરી હતી. આરોપીઓએ નિવૃૃત્ત આર્મીના કર્મચારીને નાણા રોકવાની લાલચ આપી રૂ. 33 લાખની છેતરપિંડી કરી હતી. તેમ જ અન્ય વ્યક્તિઓના રૂ. 2.77 કરોડ મળી 3 કરોડ અને બીજા શહેરોમાંથી આ જ રીતે આશરે સાત કરોડ જેટલી માતબર રકમ રોકાણ કરાવી કુલ રૂ. 10 કરોડની છેતરપિંડી આચર્યાની પણ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. આ કૌભાંડમાં જામનગર શહેર અને જિલ્લાના આશરે 65 લોકો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

જામનગરમાં ઓમ ટ્રેડીંગના સંચાલકોએ નિવૃત્ત આર્મીમેન સાથે રૂ. 33 લાખની છેતરપિંડી કરી

author img

By

Published : Jan 22, 2021, 1:09 PM IST

  • જામનગરમાં 65 લોકો સાથે ચોક્કસ વળતરના બહાને રૂ. 10 કરોડની છેતરપિંડી કરાઈ
  • ઓમ ટ્રેડીંગના સંચાલકોએ શેર બજારમાં સારું વળતરના નામે લોકોના નાણા પચાવી પાડયા
  • નિવૃત્ત આર્મીમેનના 33 લાખ સહિત કુલ 3.10 કરોડની છેતરપિંડી
  • પોલીસની પ્રાથમિક તપાસમાં 60 થી 65 લોકો ભોગ બન્યા
  • ઓમ ટ્રેડીંગના સંચાલકોએ રોકાણકારો પાસે રૂ.3,10,25,000નં રોકાણ કરાવ્યું હતું

જામનગરઃ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શેર બજારમાં નાણાંનું રોકાણ કરાવી પુષ્કળ ફાયદો અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ અગાઉ પણ બની છે. ત્યારે હાલ આવી જ એક ઘટના જામનગરના પોલીસ દફતરે નોંધાઈ છે, જેમાં જામનગર શહેરના પીએન માર્ગ પર આવેલા નિયો સ્કેવરમાં જી-39 ઓફિસમાં ઓમ ટ્રેડીંગના નામે શરૂ થયેલી પેઢીના સંચાલક અને કર્મચારીઓ દ્વારા જુદા-જુદા વ્યક્તિઓને શેર બજારમાં રોકાણ કરાવી અને ચોક્કસ વળતર અપાવવાની લાલચ આપી આશરે રૂ 10 કરોડની ઉચાપાત કરી હતી. આ પેેઢી દ્વારા જામનગરમાં એરફોર્સ–1 રોડ પર આવેલા બાલાજી પાર્કમાં રહેતા અને નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપસિંહને આ જ રીતે ચોકકસ વળતરના નામે લાલચ આપી સમયાંતરે રૂ. 33 લાખનું રોકાણ ઓમ ટ્રેડીંગમાં કરાવ્યું હતું અને આ નાણા પેટે શરૂઆતના દિવસોમાં વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. આથી રોકાણકારોને સંચાલકો ઉપર વિશ્વાસ બેસી જાય.

નિવૃત્ત આર્મીમેનને ઓમ ટ્રેડીંગ તરફથી કોઈ જવાબ ન મળતા શંકા થતા પોલીસ ફરિયાદ નોંધાવી

આવી જ રીતે નિવૃત્ત આર્મીમેન સહિત જામનગરના અંદાજે 60થી 65 જેટલા રોકાણકારો પાસેથી રૂ.3,10,25,000નં રોકાણ ઓમ ટ્રેડીંગના સંચાલકોએ કરાવ્યું હતું. ત્યારબાદ આ રોકાણકારોને વળતર આપવામાં ધાંધિયા કરતા હતા. આથી નિવૃત્ત આર્મીમેન સહિતના રોકાણકારો દ્વારા ઓમ ટ્રેડીંગમાં રોકેલા નાણા પરત મેળવવા માટેના પ્રયાસો થતા ઓમ ટ્રેડીંગના હિરેન મહેન્દ્ર ધબ્બા, મહેન્દ્ર ધબ્બા, જય મહેન્દ્ર ધબ્બા, આશા હિરેન ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, તોસીફ બશીર શેખ અને એકાઉન્ટન્ટ સંગીતા સહિતના સાત કર્મચારીઓનો સંપર્ક ન થવાથી નાણાની ઉચાપાત થયાનું જણાતા રણવીર પ્રતાપસિંહે આ બનાવ અંગે સાત શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રૂ. 10 કરોડની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આ પ્રકરણમાં જામનગર જિલ્લાના આશરે 65 જેટલા લોકોએ નાણા રોકયા હોવાનું તેમ જ આ રકમ 10 કરોડ જેટલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે આ છેતરપિંડી પ્રકરણમાં ઓમ ટ્રેડીંગના સંચાલકોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ ચીટર ગેંગ દ્વારા જામનગર ઉપરાંત અન્ય કોઈ શહેરોમાં આ રીતે છેતરપિંડી આચરી લોકોના નાણા ઓળવી જવાની ઘટનાઓ બની છે કે કેમ? તે અંગે પણ તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસે સાત શખ્સો જામનગરના જ છે કે કેમ ? અને તેના બેંક ખાતાની તથા ઓમ ટ્રેડીંગમાં રોકાણ કરેલા નાણાંધારકોની બેન્ક ડિટેઈલ મેળવી તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં છેતરપિંડીનો આંકડો રૂ. 10 કરોડથી વધવાની શકયતા પણ નકારી શકાતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.