ETV Bharat / city

લમ્પી બીમારીએ વધારી ચિંતા, જામનગર જિલ્લામાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો - જામનગરમાં દૂધની અછત

જામનગરમાં લમ્પી વાયરસને(Jamnagar Lumpy Disease) કારણે માહી ડેરીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે. આ વાયરસના રોગથી પશુઓમાં નબળાઈ(Due to Lumpy Disease Animal weaken) આવતા પશુઓથી મળતા દૂધ ઉત્પાદમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરમાં હજારો પશુઓ લમ્પી રોગથી પીડિત થયા છે. જેને લીધે પશુપાલકોમાં પણ ચિંતા વધી છે.

લમ્પી બીમારીએ વધારી ચિંતા, જામનગર જિલ્લામાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો...

author img

By

Published : Aug 3, 2022, 7:24 PM IST

જામનગર: જિલ્લાની માહી ડેરીમાં લમ્પી વાયરસ પહેલા 1.40 લાખ લીટરથી પણ વધુ માત્રામાં દૂધ ઉત્પાદન થતું હતું. જોકે વાયરસનો શિકાર થયા બાદ દૂધ ઉત્પાદનમાં ઘટાડો(Decline in milk production in Mahi Dairy) આવ્યો છે. આજની સ્થિતિએ ડેરીમાં 1.20 લાખ લીટર જ દૂધની આવક થઈ રહી છે. દૈનિક 20 હજાર લિટરની ઘટ જોવા મળી રહી છે. મોરબી સહિત રાજ્યભરમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. આ વાયરસથી દરરોજ હજારોની સંખ્યામાં પશુઓ શિકાર(Jamnagar Lumpy Disease) થઈ રહ્યા છે.

આ પણ વાંચો: લમ્પી વાયરસથી પાયમાલ થયેલા પશુપાલકોની મદદે આવી કોંગ્રેસ, સહાય અપાવવા લડત શરૂ

20 હજાર લિટર કરતા પણ વધુનો ઘટાડો - જે પશુઓ આ વાયરસનો શિકાર થયા બાદ બીમાર પડ્યા હતા. જેથી પશુઓમાં નબળાઈ જોવા મળી રહી છે. આ કારણે જામનગર જિલ્લામાં મોરબીના માહી ડેરીમાં દૂધ ઉત્પાદનને માઠી અસર પહોંચી છે. આ માહી ડેરી સાથે જોડાયેલી 300 જેટલી દૂધ મંડળીના 30,000 પશુપાલકો(Animal husbandry of Mahi Dairy Dudh Mandal) સાથે દૈનિક 1.40 લાખ લીટર જેટલી આવક થતી હતી. જોકે, પશુઓમાં લમ્પી વાયરસ ફેલાવવાના કારણે 20 હજાર લિટર કરતા પણ વધુનો ઘટાડો(Milk Production reduced) આવ્યો છે.

આ પણ વાંચો: રસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પી, પશુપાલકોમાં ડરનો માહોલ

જિલ્લામાં પણ 200થી વધુ ગામમાં આ વાયરસનો ચેપ પ્રસર્યો - પશુઓમાં લમ્પી વાયરસ પ્રસરતા એક તરફ પશુઓના મૃત્યું પણ થઈ રહ્યા છે. બીજી તરફ દૂધ ઉત્પાદન પણ મોટા પાયે ઘટ્યું છે. જેના કારણે પશુપાલકોમાં ચિંતા છવાઈ ગઈ છે. મોરબી જિલ્લામાં પણ 200થી વધુ ગામમાં આ વાયરસનો ચેપ પ્રસરી ગયો છે. જામનગર જિલ્લામાં 1000 પશુઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેના કારણે પશુઓમાં તાવ, ભૂખ ઓછી લગાવી તેમજ શરીરમાં ગાંઠ થવા લાગી છે. મયુર ડેરીના મેનેજીંગ ડીરેકટર અમિત કુમારએ જણાવ્યું હતું કે, જિલ્લાની ડેરીમાં હજુ આવક બજારની જરૂરીયાત મુજબ આવક થઈ રહી છે. જેથી જામનગર જિલ્લામા હાલ દૂધની અછત(Milk shortage in Jamnagar) સર્જાવાની કોઈ શકયતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.