જામનગરઃ શહેરના ચાંદીબજાર ખાતે આવેલા જૈન દેરાસરો સહિતના તમામ દેરાસરોમાં બુધવારના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે જૈન સમુદાયના લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂજા, સેવા, ભાવના તેમજ વ્યાખ્યાન કરવામાં આવ્યા હતા. જો કે, કોરોનાના કારણે મોટા ઉત્સવો મોકૂફ રાખવામાં આવ્યા છે. પરંતુ ભગવાન મહાવીર સ્વામીના 14 સ્વપ્નના જન્મ વાંચનની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ ભક્તજનોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી સાથે ભગવાન મહાવીર સ્વામીના દર્શન કર્યા હતા અને ખૂબ જ સાદગીથી જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક એટલે કે, મહાવીર જયંતીની ઊજવણી કરવામાં આવી હતી.