ETV Bharat / city

જામજોધપુરમાં 29 તોલા સોનાની ચોરી કરનાર 4 આરોપીઓને LCBએ ઝડપી પાડ્યા

author img

By

Published : May 31, 2021, 9:36 AM IST

જામનગરમાં સોનીના ઘરેથી 29 તોલાની ચોરી થઈ હતી જેની ફરીયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખાનગી બાતમીદારને આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.

  • જામનગરમાં સોનીના ઘરમાં 29 તોલાની ચોરી
  • બાતમીના આધારે ચોર પકડાયા
  • 131 તોલાની ચોરીનો કેસ વળઉકેલ્યો

જામનગર: જિલ્લાના જામજોધપુરમાં ગત 20મીએ રાત્રે સોનાની ઘડામણ કરતા વેપારીના ઘરેથી 29 તોલા સોનાની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભેજાબાજ ચોર સીસીટીવીના ડીવીઆર પણ ચોરી ગયા હોવાથી પોલીસ માટે ચોરને પકડવા ચૅલેન્જ બની હતી.

વેપારી પાસેથી જ મેળવી જાણકારી

મૂળ રાજકોટનો ભાવેશ જામજોધપુરમાં પોતાની બહેનના ઘરે આવ્યો હતો ત્યારે સોનાની દુકાને ગયો હતો અને વેપારીને વાતોમાં ફસાઈને દુકાન અને ઘરની જાણકારી મેળવી હતી. બાદમાં પોતાના ત્રણ મિત્રોને લઈ અને રાત્રીના સમયે મકાનનું તાળુ તોડી અને ચોરીને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : સુરતની એક કંપનીનું 60 કરોડ રૂપિયાની ડ્યૂટી ચોરીનું ઝડપાયું કૌભાંડ

બાતમીના આધારે પકડાયા ચોર

જામનગર એલસીબીના સંજયસિંહને દિલીપભાઈને ખાનગી બાતમીદારો દ્વારા મળેલી માહિતી અનુસાર સમગ્ર ચોરીમાં ચાર ઈસમો સંડોવાયેલા છે અને ચારેય ઈસમો કાલાવડથી જામનગર બે બાઇક પર આવી રહ્યા છે બાદમાં એલસીબીએ જુદી જુદી ટીમો બનાવી મહાપ્રભુજીની બેઠક પાસે વોચ ગોઠવી હતી અને બાઈક પરથી પસાર થયેલા ચાર ઇસમોને દબોચી લીધા હતા

131 તોલા સોનાની ચોરીનો ભેદ ક્યારે ઉકેલાશે

જામનગર શહેરમાં પણ રહેણાંક મકાનમાંથી લાખો રૂપિયાના સોનાની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે, કુલ 131 તોલા સોનાની ચોરી થઈ છે પણ મકાન આજુબાજુ સીસીટીવી ન હોવાને કારણે પોલીસ માટે ચેલેન્જ બની છે.

આ પણ વાંચો : વરાછા પોલીસની કાર્યવાહીઃ હીરાના કારખાનાના માલિકો સાથે ઠગાઈ કરતો ઈસમ ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.