ETV Bharat / city

જામનગરની શાન એવું લાખોટા તળાવ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો

સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરની શાન ગણાતું લાખોટા તળાવ ચાલુ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયું હતું.

jamnagar rain update
જામનગરની શાન એવું લાખોટા તળાવ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો
author img

By

Published : Aug 24, 2020, 9:23 PM IST

  • સમગ્ર રાજ્ય સહિત જામનગરમાં ભારે વરસાદ
  • શહેરની શાન ગણાતું લાખોટા તળાવ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો
  • ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક
  • શહેરનો રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો

જામનગરઃ ભારે વરસાદના પગલે જામનગર શહેરની શાન એવું લાખોટા તળાવ આ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયું છે. ખાસ કરીને ઉપરવાસના ભારે વરસાદના કારણે નહેરોમાંથી પાણીની આવક થઇ રહી છે. આ ઉપરાંત સતત બે દિવસ વરસેલા વરસાદ બાદ લાખોટા તળાવનો મુખ્ય ભાગ તેમજ પાછળના બે નાના તળાવ સહિત ત્રણેય ભાગ ઓવરફ્લો થયા હતા.

jamnagar rain update
નવા નીરની આવક

તળાવ ઓવરફ્લો થતા તળાવની બાજુના રસ્તા ઉપર પાણી વહેવા માંડ્યા હતા. જામનગરના શહેરીજનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ લાખોટા તળાવ ઓવરફ્લો થવાના કારણે શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાલુ વર્ષે પ્રથમ વખત લાખોટા તળાવ ઓવરફ્લો થયું છે.

jamnagar rain update
લાખોટા તળાવ ઓવરફ્લો

લાખોટા તળાવ જામનગર શહેરની મધ્યમાં આવેલું રમણીય સ્થળ છે. જો કે, હાલ જે પ્રકારની કોરોનાની મહામારીના કારણે શહેરીજનો લાખોટા તળાવનો નજારો જોઇ શકશે નહીં. કારણ કે, લાખોટા તળાવના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે. જામનગર શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજાની અવિરત બેટિંગથી મોટા ભાગનાં જળાશયો ઓવરફ્લો થયા છે અને નદીઓ પણ ગાંડીતૂર બની છે.

જામનગરની શાન એવું લાખોટા તળાવ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો

ખાસ કરીને જામનગરની જીવાદોરી સમાન ગણાતા રણજીતસાગર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક શરૂ થતા રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. આ રણજીત સાગર ડેમમાંથી આવેલું પાણી જામનગરના લાખોટા તળાવમાં પહોંચી રહ્યું છે, જેના કારણે લાખોટા તળાવ પણ ઓવરફલો થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.