ETV Bharat / city

Rain Water Harvesting - જાણો કઈ રીતે જામનગરમાં કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ - HYC

સૌરાષ્ટ્રને આમ તો સૂકો પ્રદેશ કહેવામાં આવે છે. દર વર્ષે ચોમાસામાં પાણીની તંગી જોવા મળે છે. પાણીની અછતને દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવાનું શરૂ કર્યું છે. જોકે, ચોમાસાના પાણીને વૈજ્ઞાનિક પદ્ધતિ વડે સરળતાથી સંગ્રહ પણ કરી શકાય છે. જેને રેઈન વોટર હાર્વેસ્ટિંગ (Rain Water Harvesting) કહેવાય છે. જામનગરમાં સ્થાનિકો તેમજ શાળાઓમાં પણ Rain Water Harvesting કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

Rain Water Harvesting
Rain Water Harvesting
author img

By

Published : Jun 15, 2021, 6:13 PM IST

  • વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે Rain Water Harvesting
  • જામનગરમાં Rain Water Harvesting થકી કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ
  • જિલ્લાની મોટાભાગની સરકારી શાળાઓ કરે છે Rain Water Harvesting

જામનગર : ચોમાસામાં પડતા વરસાદનું પાણી જમીન પરથી દરિયા સુધી પહોંચે છે. જોકે, આ પાણીને ઘરની છત કે પછી ખુલ્લા મેદાનમાં ટાંકી બનાવીને સરળતાથી બચાવી શકાય છે. જેને રેઈન વોટર હાર્વેસ્ટિંગ (Rain Water Harvesting) કહેવામાં આવે છે. જામનગરમાં પણ કેટલાક ખેડૂતો અને મોટાભાગની સરકારી શાળાઓ આ પ્રકારે પાણીનો સંગ્રહ કરી રહી છે.

Rain Water Harvesting

રેઈન વોટર હાર્વેસ્ટિંગ થી ઉનાળામાં સર્જાતી પાણીની તંગી ટાળી શકાય છે

વિશ્વના અનેક દેશો પાણીને લઈને ચિંતિત બન્યા છે ઈઝરાયેલ જેવા શુષ્ક દેશો પણ Rain Water Harvesting થકી વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતી કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરે 10 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ ટાંકી બનાવીને Rain Water Harvesting થકી વરસાદી પાણીનો સંગ્રહ કરનારા નૂરમહંમદભાઈનું કહેવું છે કે, વિશ્વના અન્ય દેશો જે પ્રકારે વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે, તે પ્રકારે આપણે પણ જાગૃત થવું પડશે. જો વધારેથી વધારે લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે તો ઉનાળામાં સર્જાતી પાણીની તંગી ટાળી શકાય છે.

સરકારી શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સરકાર આપે છે ગ્રાન્ટ

જામનગર શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં રાજ્ય સરકારે Rain Water Harvesting માટે ગ્રાન્ટ ફાળવીને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઉભી કરાવી છે. આ અંગે વાત કરતા જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ જણાવ્યું હતું કે, સરકારી શાળાઓના મેદાનમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. શાળાઓની અગાસી પર પડતું પાણી પાઈપલાઈન મારફતે સીધું આ ટાંકીઓ સુધી પહોંચે છે. જ્યાં તેનો સંગ્રહ કરવામાં આવે છે.

શું તમે જાણો છો ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.