જામનગરઃ મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, દેશમાં જે પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. તે કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કરે છે. તો કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલે પણ જણાવ્યું કે, ગુજરાતમાં દિવસે-દિવસે નાની કિશોરીઓથી લઈને યુવતિઓ પણ દુષ્કર્મનો ભોગ બની રહી છે. બંન્ને યુવા નેતા દુષ્કર્મ પીડિતાના પરિવારને મળ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હચી. જો કે બંને નેતાઓ કોઈ રાજકીય કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું.
હાથરસ દુષ્કર્મની ઘટનાથી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પાંચ દિવસમાં ચાર જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે અને જામનગર શહેર દુષ્કર્મ નગરી બની ગયું છે.