ETV Bharat / city

જામનગરમાં સોની વેપારીઓની હડતાળ, રાજ્યમાં 500 કરોડની લે-વેચ અટકી

author img

By

Published : Aug 23, 2021, 4:33 PM IST

દેશમાં સરકાર દ્વારા જ્વેલર્સમાં લગાવવામાં આવેલા HUIDના હોલમાર્કિંગના વિરોધમાં આજે સોમવારે હડતાળ કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં સોના-ચાંદી બજાર વેપારીઓએ સજ્જડ બંધ કરી દેશવ્યાપી બંધને સમર્થન આપ્યું છે.

જામનગરમાં સોની વેપારીઓની હડતાળ
જામનગરમાં સોની વેપારીઓની હડતાળ

  • દેશભરમાં સોના-ચાંદીના વેપારીઓ કરી રહ્યા છે વિરોધ
  • જામનગર સોના ચાંદીના વેપારીઓએ સાંસદ પૂનમ માડમને મળી કરી ઉગ્ર રજૂઆત
  • દેશભરમાં હોલમાર્કિંગ યુનિક IDના વિરોધમાં જ્વેલર્સની સજ્જડ હડતાળ

જામનગર : સોમવારના રોજ દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હોલમાર્કીંગના નિયમોના વિરોધમાં સોના વેપારીઓ દ્વારા હળડતાળ પાડવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં પણ સોની વેપારીઓએ સજ્જડ બંધને સમર્થન આપ્યું છે. શહેરના સોના-ચાંદી બજાર વેપારીઓ દ્વારા બજારને સજ્જડ બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3500 જેટલા જ્વેલર્સ આજે હડતાલ પર

જામનગર શહેરમાં 400 જેટલી સોના-ચાંદીના દુકાનો રહેશે બંધ

જામનગરના જવેલર્સનું સુવર્ણકારોએ બંધને સમર્થન આપ્યું છે. સોના-ચાંદી બજારને વેપારીઓએ સજ્જડ બંધ રાખી છે. જામનગરની સુવર્ણ આદ્યોગીક એસોસિએશન ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ અને ગોલ્ડ એસોસિએશન ધ્રોલ જવેલર્સ દ્વારા બંધને સમર્થન આપ્યુ઼ છે. સોની બજારના અગ્રણીઓના જણાવ્યા મુજબ ગ્રાહકોને ટ્રેક કરવા ઉપરાંત આ કાયદામાં ઇન્સ્પેક્ટર રાજ આવી જાય તેવી સંભવના છે અને જ્વેલર્સ સામે આકરી સજા અને તેનું લાયસન્સ રદ્દ કરવાની પણ જોગવાઇ હોવાને કારણે આ કાયદાના ડરથી જ્વેલર્સને પોતાનો ધંધો બંધ કરી દેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

આ પણ વાંચો: સરકારે દાગીના પર HUID હોલમાર્કિંગ ફરજિયાત કરતા પાટણનું ઝવેરી બજાર આજે સજ્જડ બંધ રહ્યું

રાજ્યમાં હડતાળથી 500 કરોડનું નુકસાન

ગુજરાતમાં જ એક દિવસની હડતાળથી 500 કરોડનું ખરીદ-વેચાણ અટકી ગયું છે. પ્રતિક હડતાળ બાદ પણ સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો સંગઠન દ્વારા વધુ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે. 16 જૂનથી સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરીજયાત કરવામાં આવ્યું છે. તેની સાથે દરેક દાગીના પર HUID માર્ક લગાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. HUID BACKના નારા સાથે જવેલર્સએ એક દિવસના બંધનું એલાન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.