જામનગર : જામનગરમાં શનિવારે વધુ એક ખગોળીય ઘટના સર્જવા જઈ રહી છે. શનિવારને 4 જૂનના દિવસે ઝીરો શેડો ડે (Zero Shadow Day 2022) તરીકે ઉજવાશે અને બપોરના 12.48 મિનિટે સૂર્ય બરાબર માથા પર આવશે. જેનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે બંધ થતો જોવા મળશે. ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે, ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદશ્ય (Sun Shadow Disappears) થઈ જાય છે. તેને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : Mitti Bachao Abhiyan : જામનગરમાં સદગુરુ જગ્ગી વાસુદેવનું ઢોલના નાદથી શાહી સ્વાગત..
સૂર્ય સાથે ઘટના ક્રમ - પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, અને સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. સૂર્ય હંમેશા એકની એક જગ્યાએ ઊગતો દેખાતો નથી. ઉનાળામાં ઉત્તર તરફ ખસતો દેખાય છે, તો શિયાળામાં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છે. સૂર્ય પોતાની ઉત્તર તરફની આકાશ યાત્રા દરમિયાન વધુમાં વધુ ખસીને 23.5 અંશે ઉગ્યા બાદ ફરી દક્ષિણ તરફ ખસવા માંડે છે, તેને દક્ષિણાયન કહેવાય છે. જે 22 જૂન આસપાસ હોય છે. આ દિવસે આપણા ત્યાં (Zero Shadow Day Sun) મોટામાં મોટો દિવસ હોય છે. સૂર્યની ગતિ દરમિયાન પૃથ્વીના કર્કવૃત-(ટોપિક ઓફ સેન્સર)+23.5 અંશ. અને મકરવૃત(ટોપિક ઓફ કેપરી કોન)-23.5 અંશના વિસ્તારમાં વર્ષ દરમિયાન ઝીરો શેડો ડે બે દિવસ થાય છે.
આ પણ વાંચો : જામનગરના નભોમંડળમાં સર્જાયો ઝીરો શેડો ડેનો નજારો,ફાયર સ્ટેશન ખાતે યોજાયું પ્રદર્શન
વિવિધ શહેરમાં સૂર્યના પરચા - જ્યારે સૂર્યનું ડેકલેરેશન ઉંચાઇ અને તે સ્થળના અક્ષાંસ સરખા હોય, જ્યારે સૂર્ય લોકલ મેરિડીયનને ક્રોસ કરે છે, ત્યારે સૂર્ય કિરણ તે સ્થળે બરાબર લંબ આકારે પડે અને ત્યાં થોડી ક્ષણો માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે. અલગ અલગ સ્થળો માટે અક્ષાંશ મુજબ સૂર્યની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગ અલગ હોય છે. જુદા જુદા શહેરોની તારીખ અને સમય હોય છે, જેવી કે, દ્વારકા - 2 જુન -12.50, રાજકોટ- 3 જૂન -12.45, જામનગર-4 જૂન-12.48, ધ્રોલ-5 જૂન -12.47, મોરબી-7 જૂન -12.49, ભુજ-13 જૂન -12.51 સૂર્યની દક્ષિણાયન ગતિ દરમિયાન 8 જુલાઈના રોજ ફરીથી જામનગર શહેરમાં ઝીરો શેડો ડે માણી શકાશે. આ દિવસે જામનગરમાં ફરી થોડી ક્ષણો માટે સૂર્યનો પડછાયો અદ્રશ્ય થઇ જશે. ઉપરોક્ત બંને દિવસો દરમિયાન જામનગરની ખગોળ પ્રેમી જનતાએ સૂર્ય પ્રકાશ નીચે ઊભા રહીને સ્વયંભૂ તેની અનુભૂતિ કરવા, અને આ અલૌકિક ખગોળિય ઘટના જાતે જ સાક્ષી બનવા માટેનો જામનગર ખગોળવિદ કિરીટ શાહ દ્વારા અનુરોધ કરાયો છે.