- નાઘેડી પાસે ટ્રક બોલેરો વચ્ચે અકસ્માત થયો
- અકસ્માતમાં બે વ્યક્તિના મોત, ચાર ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ લવાયાં
જામનગરઃ જામનગર-દ્વારકા હાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યાં છે ગઈકાલે પણ જામનગર-દ્વારકા હાઇવે પર પોસ્ટમેન તરીકે ફરજ બજાવતાં બે વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું તો આજે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે તેમાં બે વ્યક્તિના મોત ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. જામનગર-દ્વારકા હાઇવે પર પર સતત મહાકાય કંપનીઓના સાધનો પસાર થતાં હોય છે. પૂરઝડપે અને બેફામ વાહનો આ રોડ પરથી પસાર થાય છે જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃ વીરાણીયા ગામે 18,000થી વધુ વૃક્ષો સાથે આકાર લઈ રહ્યું છે અર્બન ફોરેસ્ટ
• બંને મૃતકોની બોડીનું પીએમ કરાયું
અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહ પીએમ અર્થે જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં લાવી તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ જામનગર આમ આદમી પાર્ટીના નવનિયુક્ત શહેર પ્રમુખે Etv ભારત સાથે કરી ખાસ વાતચિત