ETV Bharat / city

જામનગરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ત્રણ યુવકો સહિત 1 આરોપીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - jamanagar corona positive

જામનગરમાં બુધવારે જી.જી હોસ્પિટલની લેબમાં પરીક્ષણ અર્થે આવેલા 22 જેટલા શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પરીક્ષણ કરતા ત્રણ યુવકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

જામનગરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ત્રણ યુવકો અને એક આરોપી બન્યા કોરોનાના ભોગ

author img

By

Published : May 13, 2020, 5:08 PM IST

જામનગરઃ જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ચાર યુવકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો કાલાવડમાં આરોપીને પોઝિટિવ કેસ આવતા પોલીસ તંત્રમાં પણ હડકંપ મચી ગઇ છે. આરોપીના સંપર્કમાં આવેલા તમામ પોલીસ કર્મીઓના સેમ્પલ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

જામનગરમાં બુધવારના રોજ નોંધાયેલા ચાર પોઝિટિવ કેસમાં કોરોના વોરિયર્સ બન્યા ભોગ છે. પહેલો યુવાન લખાબાવળનો યુવક સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવી રહ્યો હતો, તો બીજો અલિયાબાળાનો યુવાન પીએચીસી ખાતે ફરજ બજાવતો હતો સાથે જામનગરમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ નિભાવી રહ્યો હતો. જ્યારે ત્રીજો એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તમામ ત્રણેય યુવકોની ઉંમર 30થી 36 વચ્ચે છે. જો કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે તમામ યુવકોની તબિયત સારી છે.

જામનગરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ત્રણ યુવકો અને એક આરોપી બન્યા કોરોનાના ભોગ

મહત્વનું છે કે, જામનગર જિલ્લાના કાલાવડમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. તાલુકાના બામણગામનો વિજય દેવસી ચૌહાણ નામનો શખ્સ કોરોના પોઝિટિવ છે. મંગળવારના રોજ કલમ 306ના ગુનામાં કાલાવડ ગ્રામીણ પોલીસે ધરપકડ કરી હતી. મંગળવારે તેમનો રિપોર્ટ કરવા જામનગર જી.જી.હોસ્પિટલમાં મોકલ્યો હતો. જેનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તે અનેક પોલીસકર્મીના સંપર્કમાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલિસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. કાલાવડ તાલુકામાં પણ કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.