જામનગર: યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ (Russia Ukraine War 2022)ની ભયંકર સ્થિતિ છે ત્યારે જામનગરના મેડિકલ ક્ષેત્ર (medical study in ukraine)માં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા (Jamnagar Students In Ukraine) છે. આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓનો કોન્ટેક કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ સુરક્ષિત સ્થળે હોવાની માહિતી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: Patan Students In Ukraine : યુક્રેનમાં પાટણ જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા
મેગાસિટીની બહાર હોવાના કારણે વિદ્યાર્થીઓ સુરક્ષિત
યુક્રેન અને રશિયા (Ukraine Russia Crisis) વચ્ચે દિવસે દિવસે પરિસ્થિતિ વણસી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ (gujarati students in ukraine)નું જીવન પણ જોખમમાં છે. જામનગરના 4 વિદ્યાર્થીઓ મેગાસિટી બહાર હોવાના કારણે સુરક્ષિત છે તેવું જિલ્લા કલેક્ટર (jamnagar district collector) દ્વારા જણાવવામાં આવ્યું છે.
વાલીઓએ કલેક્ટર પાસે મદદ માંગી
યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા જામનગરના 4 વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમાં કવન સરડવા અને હંમેશ નિમ્બાર્ક આ બંને વિદ્યાર્થીઓ MBBSમાં અભ્યાસ કરે છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ (indian students stuck in ukraine)ને લઇને ચિંતિત વાલીઓએ કલેક્ટરને જાણ કરીને મદદ માંગી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ 4 વિધાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી છે. તમામ ચારેય વિદ્યાર્થીઓ સુરક્ષિત સ્થળે છે અને તેઓના જીવને કોઈ જોખમ નથી તેવું જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.