- જામનગરમાં દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ
- SOG પોલીસે પાર પાડ્યું ઓપરેશન
- આરોપીને કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપ્યો
જામનગરઃ જિલ્લા પોલીસ અધિક્ષક દિપન ભદ્રને જ્યારથી પોલીસ વડાનો ચાર્જ સાંભળ્યો છે, ત્યારથી જિલ્લામાં ગેરકાયદે કામ કરનારાઓમાં ફફળાટ વ્યાપ્યો છે. જિલ્લા SOG પોલીસ દ્વારા એક શખ્સની દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે.
ગુનેગારોમા વ્યાપ્યો ફફળાટ
જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડે દ્વારા શહેર વિસ્તારમાં ગેરકાયદે હથિયાર રાખતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે SOGને સૂચનાઓ આપવામાં આવી હતી.
આરોપીને કાલાવાડ ગ્રામ્ય પોલીસને સોંપ્યો
SOGના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા, પોલીસ સબ ઇન્સપેક્ટર આર.વી.વીછી, વી. કે.ગઢવીની અગવાઈમાં હેડ કોન્સ્ટેબલ રમેશ ચાવડા, મયુદીન સૈયદને મળેલી બાતમીના આધારે કાલાવાડ તાલુકાના નાના પાંચદેવડા ગામે રહેતા સાજીદભાઇ હારૂનભાઇ મલેક પાસેથી ગેરકાયદે દેશી હાથ બનાવટના તમંચા મળી આવ્યા છે. આ તમંચાની અંદાજે કિંમત રૂપિયા 5,000 છે. આ સાથે આરોપીની ધરપકડ કરી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
જામનગર SOG ટીમ દ્વારા કાર્યવાહી
આ કાર્યવાહી SOGના PI એસ.એસ.નિનામા, PSI આર.વી.વીછી, વી.કે.ગઢવી તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ASI જ્ઞાનદેવસિંહ જાડેજા, હિતેષ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેષ ચાવડા, બશીર મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, ઘનશ્યામ ડેરવાળીયા, મયુદિન સૈયદ, રમેશ ચાવડા, દિનેશ સાગઠીયા, દોલતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ સોયબ મકવા, રવિ બુજડ, સંજય પરમાર, લાલુભા જાડેજા, પ્રિયંકા ગઢીયા, દયારામ ત્રિવેદી અને સહદેવસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.