- ચોમાસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે થોડા સમય બાદ આકાશ સ્વચ્છતા થતા જોવા મળ્યો નજારો
- સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં અંદાજે 40 મિનિટ સુધી આ અદભુત નજારો નરી આંખે જોવા મળ્યો
- જામનગરના આકાશમાં મંગળ અને શુક્ર ગ્રહના મિલનનો અલૌકિક નજારો (Supernatural view of the union of Mars and Venus) જોવા મળ્યો
- 30થી 40 મિનિટ સુધી આ નજારો નરી આંખે જોવા મળ્યો હતો
જામનગરઃ એક તરફ શહેરમાં થોડા દિવસ પહેલા જ વરસાદ પડ્યો હતો. ત્યારે મંગળવારે આકાશ ચોખ્ખું થતાં આકાશમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. જામનગરમાં મંગળવારે વર્ષમાં 2 વખત દેખાતી મંગળ અને શુક્ર ગ્રહના મિલનની ખગોળીય ઘટના (Supernatural view of the union of Mars and Venus)નો નજારો જોયો હતો. તો આ સાથે જ ખગોળપ્રેમીઓમાં પણ અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો- મંગળ-શુક્રની યુતિ: આજે મંગળ અને શુક્ર ગ્રહ એકબીજાની બિલકુલ નજીક; જાણો, માનવ જીવન પર શું પડી શકે છે અસરો?
જામનગરમાં તપોવન સ્કૂલમાં અલૌકિક ખગોળીય ઘટના જોવા વ્યવસ્થા કરાઈ હતી
જામનગર ખગોળ મંડળના સભ્ય અને જાણીતા ખગોળશાસ્ત્રી કિરીટ શાહે જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં જામનગર ખગોળ મંડળ છેલ્લા 30 વર્ષથી ખગોળની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. શહેરમાં તપોવન વિદ્યાલય ખાતે 13 જુલાઈએ સૂર્યાસ્ત બાદ આ અદભૂત અને અલૌકિક ખગોળીય ઘટના નીહાળવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ પણ વાંચો- ભાવનગરમાં અનોખી ખગોળીય ઘટના : લોકોનો પડછાયો એકથી બે મિનિટ માટે પડછાયો થયો ગુમ
જામનગરમાં સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં જોવા મળ્યો નજારો
ખાસ કરીને મંગળ અને શુક્ર ગ્રહની ખૂબ જ સુંદર યુતિ આકાશમાં સર્જાઈ હતી. ત્રીજનો ચંદ્ર પણ ખૂબ જ પ્રકાશિત જોવા મળ્યો હતો. શરૂઆતમાં વાદળો હતા અને ત્યારબાદ આકાશ સ્વચ્છ થતાં ગ્રહોના મિલનની અલૌકિક ખગોળીય ઘટના નિહાળી હતી.