- જામનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ
- શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી
- આગામી 3 દિવસ વરસાદની સંભાવના
જામનગર: શહેરમાં 17 જુલાઈ શનિવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદના કારણે શહેરમાં વિવિધ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, તો વરસાદના લીધે વિજળી પણ ગુલ થઇ હતી. શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં તેમજ ગુલાબનગર વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે અને કાર પર વૃક્ષ પડવાથી કારને નુકસાન થયું છે.
શહેરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી
બફારા બાદ એકાએક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વરસાદની સાથે ભારે પવન હોવાના કારણે ખાસ કરીને શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે જામજોધપુર તાલુકામાં તેમજ લાલપુર અને કાલાવડ પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સુધી જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Junagadh Rain Update: માંગરોળ, માળીયા અને માણાવદર પંથકમાં એકથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ