ETV Bharat / city

લાંચિયો PSI : દારૂનો કેસ ન કરવા માગી લાંચ, તો કોણે ઝડપી લીધો જૂઓ

રાજ્યમાં અવારનવાર પોલીસને લઈને ક્યારેક સારા તો ક્યારેક (Jamnagar Police Bribery Case) નરસા સમાચાર આવતા હોય છે. એક PSI દ્વારા જામનગર પોલીસનું માથું નીચું થાય તેવુ કાર્ય (Jamnagar Bribery Crime) સામે આવ્યું છે. જામનગરમાં PSIને લાંચ લેતા ACBએ (Jamnagar ACB) રંગેહાથે પકડયા છે.

લાંચિયો PSI : દારૂનો કેસ નહિ કરવા માંગી લાંચ,  ACBએ ઝાલ્યો કાઠ

author img

By

Published : Jun 7, 2022, 2:38 PM IST

જામનગર : જામનગરમાં બે આરોપીઓ વિરુદ્ધ દારુને લઈને કેસ ન કરવાના બદલામાં 50,000ની લાંચ લેનાર એક ફોજદાર ACBએ રંગે હાથે પકડતા ચકચાર મચી છે. જામનગરનાં ઠેબા ચોકડી નજીકથી આ ફોજદાર લાંચ (Jamnagar Police Bribery Case) લેવાના આરોપમાં ACBની ટ્રેપમાં સપડાઇ જતાં લોકોમાં ભારે ખલબલ મચી છે. મળતી માહિતી મુજબ જામનગરના પંચકોષીએ ડિવિઝનના જે.કે. રાઠોડને ACBએ 50,000ની લાંચના છટકામાં ડિટેઇન કર્યા છે.

દારૂનો કેસ નહિ કરવા PSIએ માંગી લાંચ

આ પણ વાંચો : ACB detained Central government employees: ACBના સકંજામાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી ઝડપાયા

1 લાખની માંગણી કર્યા બાદ 50 હજારમાં સોદો - મળતી માહિતી મુજબ ફરિયાદી પોતાના મિત્ર સાથે કારમાં જઈ રહ્યા હતા. તે વખતે આ ફોજદાર PSI એ તેમની કાર અટકાવી બંનેએ શરાબનો નશો કર્યો તેથી કેસ કરી કાર કબજે લેવી પડશે તેમ જણાવ્યું હતું. આ બંને મિત્રો પાસેથી કેસ ન કરવાના બદલામાં PSIએ 1 લાખની માગણી કર્યા બાદ 50 હજારમાં સોદો પાકો કર્યો હતો. ત્યારબાદ કારચાલકે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક સાધી આ ફોજદારની માગણી અંગે લાંચની ફરિયાદ દાખલ કરી હતી. જેને લઈને ACBએ લાંચનું છટકું ગોઠવતાં ફોજદાર જે.કે. રાઠોડ 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ફોજદાર પાસેથી લાંચની રકમ રીકવર કરી ACBએ ફોજદારને ડિટેઇન કર્યા હતા.

આ પણ વાંચો : ACB trap Gujarat: ગાંધીનગરના વર્ગ 1ના ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ 15 લાખની લાંચ લેતા ઝડપાયા

પોલીસ બેડામાં સોપો - રાજકોટ ACBના મદદનીશ નિયામક એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર (Jamnagar ACB) ACBના PI એ.ડી. પરમાર તેમજ દ્વારકા ACBના સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડિટેઇન ફોજદારનો કોવિડ ટેસ્ટ (Police Bribery Case) કરવાની તજવીજ શરૂ થઇ છે. બાદમાં ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બનાવને પરિણામે જામનગર (Jamnagar Bribery Crime) પોલીસ બેડામાં સોપો પડી ગયાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.