ETV Bharat / city

જામનગર મનપામાં નવા મેયરની વરણી 12 માર્ચે, કોણ છે મેયર પદની રેસમાં?

author img

By

Published : Mar 6, 2021, 7:30 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેર અને જિલ્લામાં ભારતીય જનતા પક્ષેએ ઉમદા દેખાવ કર્યો છે. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા પર સતત છઠ્ઠી વખત ભાજપે વિજય મેળવ્યો છે, ત્યારે હવે મેયર કોણ બનશે તેની ઉત્સુકતા નગરજનોમાં ફેલાઈ છે.

જામનગર મનપામાં નવા મેયરની વરણી 12 માર્ચે, કોણ છે મેયર પદની રેસમાં?
જામનગર મનપામાં નવા મેયરની વરણી 12 માર્ચે, કોણ છે મેયર પદની રેસમાં?
  • જામનગરમાં કોણ બનશે મેયર?
  • ભાજપના અગ્રણી નેતાઓનું લોબિંગ શરુ
  • બીના કોઠારી બનશે જામનગરના મેયર?

જામનગરઃ જામનગર મહાનગરપાલિકામાં મેયરની બેઠક આ વખતે મહિલા માટે અનામત છે. મેયરની રેસમાં સિનિયર મહિલા આગેવાન બીનાબેન કોઠારીનું નામ સૌથી આગળ છે. જો કે બીજું નામ અલકાબા જાડેજાનું પણ બહાર આવી રહ્યું છે. જોકે 12 માર્ચે જામનગર મહાનગરપાલિકાના મેયર નામની જાહેરાત કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકામાં બીનાબેન કોઠારી મેયર બનશે.

13મીએ જ મનપામાં ચૂંટાયેલા નગરસેવકો સાથે કરશે બેઠક

12 તારીખે મેયરની વરણી કરવામાં આવશે અને 13 તારીખે તમામ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે. બાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ ડેપ્યૂટી મેયર વગેરેના નામની પણ જાહેરાત કરવામાં આવશે. ડેપ્યૂટી મેયરની રેસમાં ધર્મરાજસિંહ જાડેજાનું નામ સૌથી આગળ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે બીજી વખત દિવ્યેશ અકબરી આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ જામનગર ડેપ્યુટી મેયર પદ છે અપશુકનિયાળ, ખુરશી પર બિરાજમાન થવા કોણ 'ભાગ્યશાળી' બનશે?

ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કરવામાં આવશે વરણી

જામનગર મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા તમામ વહીવટ કરવામાં આવી રહ્યો છે. જોકે નવી બોડી આવતા વીકમાં જ મહાનગરપાલિકામાં કામગીરી શરૂ કરશે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડનું આયોજન પણ આ મહિનામાં થાય તેવી શક્યતા છે. જામનગર કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદથી જ મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ અંગે શહેરમાં ચર્ચા થવા લાગી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.