ETV Bharat / city

JMC Budget 2022 : જામનગર મહાપાલિકાનું બજેટ જનરલ બોર્ડમાં કરાયું રજૂ, વિપક્ષનો વાર શાસક પક્ષનો પલટવાર

author img

By

Published : Feb 20, 2022, 9:02 AM IST

જામનગર મહાપાલિકાના 2022ના (Jamnagar Municipal Corporation Budget 2022) વાર્ષિક અંદાજપત્રને જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં ઔપચારિક બહાલી આપવામાં આવી છે. બજેટમાં કોઇપણ જાતના વધારાના કર-દર નાખવામાં આવ્યા નથી. અગાઉ સ્થાયી સમિતિએ મંજૂર કરેલા 853 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી.

JMC Budget 2022 : જામનગર મહાપાલિકાનું બજેટ જનરલ બોર્ડમાં કર્યું રજૂ, વિપક્ષનો વાર શાસક પક્ષનો પલટવાર

જામનગર: મેયર બીના કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની બજેટ બેઠકમાં સ્ટે. કમિટીના ચેરમેન મનિષ કટારીયાએ જામનગર મહાપાલિકાનું 2022નું 853 કરોડના ખર્ચનું બજેટ (Jamnagar Municipal Corporation Budget 2022 ) રજૂ કર્યું હતું. આ તકે તેમણે બજેટની જુદી જુદી દરખાસ્તો તેમજ આગામી વર્ષમાં હાથ ધરવામાં આવનારા વિકાસકામોની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. બજેટમાં 853 કરોડના ખર્ચ સામે 760 કરોડની વર્ષ દરમિયાન આવક દર્શાવવામાં આવી છે.

શહેરના વિકાસ માટે તમામ રીતે સજ્જ બજેટ

જ્યારે બંધ પુરાં 147 કરોડ દર્શાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2021-22માં કોરોના મહામારી, કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડુ વચ્ચે પણ મહાપાલિકાએ પોતાની સેવાઓ અવિરત રાખી છે અને શહેરના વિકાસને પ્રાધાન્ય આપી આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારવા પર જોર આપ્યું છે. આ સિલસિલો આગામી વર્ષમાં પણ યથાવત્ રીતે જાળવી રાખવામાં આવશે. કોઇપણ જાતના નવા કરવેરા વગરના આ બજેટને મંજૂરી આપવા માટે તેમણે બજેટની દરખાસ્તો સાથેની કોપી મેયરને સુપ્રત કરી હતી. ત્યારબાદ બજેટની જુદી જુદી દરખાસ્તો અંગે સામાન્ય સભામાં ચર્ચા હાથ ધરવામાં આવ્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: AMC Budget 2022: AMCનું સુધારા સાથેનું બજેટ રજૂ, વિપક્ષના નેતાનો આક્ષેપ જનતાને કોઈ લાભ થશે નહિ

શાસક વિપક્ષ વચ્ચે બજેટ મુદ્દે ગરમ સર્ચા?

બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષી કોર્પોરેટર અસ્લમ ખિલજીએ કાલાવડ નાકા બહારના જર્જરીત પુલ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ભયજનક બનેલા આ બ્રિજની જગ્યાએ જો નવો બ્રિજ બનાવવામાં આવે તો જ શહેરનો વિકાસ થયો તેમ માની શકાય. આ ઉપરાંત તેમણે ભૂગર્ભ ગટરના કામમાં થતાં ભ્રષ્ટાચારનો મુદો પણ ઉઠાવ્યો હતો અને નવા વિકસી રહેલા લાલવાડી વિસ્તારમાં કોઇ આરોગ્ય કેન્દ્ર ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભુજ તાલુકા પંચાયતનુ વર્ષ 2022-23 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું

બજેટ પૂર્વે શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ

આ ચર્ચા દરમિયાન સત્તાપક્ષના ગોપાલ સોરઠીયા અને વિપક્ષી નેતા આનંદ રાઠોડ વચ્ચે રકઝક થઇ હતી. બન્ને જૂથો વચ્ચે વાતાવરણ ઉગ્ર થઇ ગયું હતું. આનંદ રાઠોડે હોસ્પિટલ સામેની 42 દુકાનોની લીઝનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને કારણે બન્ને સામસામે આવી ગયા હતાં. બજેટ બેઠકના પ્રારંભે જામનગરના હર્ષદકુંવરીબા, લત્તા મંગેશકર અને જુનાગઢના સંત કાશ્મીરીબાપુના નિધન અંગે શોક વ્યક્ત કરી તેમને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.