- જામનગરમાં ડોક્ટર્સની હડતાળનો ત્રીજો દિવસ
- રામધૂન બોલાવી કર્યો વિરોધ
- ડોક્ટરોએ પ્લાઝ્મા ડોનેશન અને રામધૂન બોલાવી વિરોધ કર્યો
- નાયબ મુખ્યપ્રધાને આપી હતી પ્રતિક્રિયા
જામનગર: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલ તબીબોની સ્ટ્રાઇક પર પ્રતિક્રિયા આપી હતી જે પ્રતિક્રિયા બાદ તબીબીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ ગાંધી ચિધ્યા માર્ગે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે.
તબીબોમાં પૂરતુ વેતન આપવા કરી રહ્યા છે માંગ
જામનગર સહિત રાજ્યભરમાં મેડિકલ કોલેજ સાથે તેમજ અન્ય શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઇન્ટરર્ન તબીબો મોંઘવારીના યુગમાં ઓછા વેતનથી કામ કરી રહ્યા છે અને તેઓની પાસે તબીબી ડિગ્રી છે, પરંતુ આ આશ્ચર્યની વાત એ છે કે તબીબી ડીગ્રી ન ધરાવતા વિજ્ઞાનના સ્નાતકોને સરકાર વધુ પગાર આપે છે.
સરકારના વલણથી તબીબોમાં રોષ
પરંતુ આ ડિગ્રી ધરાવતા ડોકટરો સાથે સરકાર ઘોર અન્યાય કરી રહી છે, એવું તબીબે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું છે, જો સરકાર તેઓની લાગણી અને માંગણીની સમસ્યા નહીં ઉકેલ આવતા જામનગરના 850 જેટલા તબીબો સહિત રાજયભરના તબીબો હડતાળ કરી રહ્યા છે.
ઇન્ટર્ન તબીબો પોતાની માંગ પર અડગ, રાજ્ય સરકારનું વલણ પણ અકળ
જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સતત ત્રીજા દિવસે ડોક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ડોક્ટર પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને ગાંધી ચિંધ્યા માર્ગે સતત વિરોધ કરી રહ્યા છે, જોકે રાજ્ય સરકારનું વલણ અકળ જોવા મળી રહ્યું છે.