- જામજોધપુરના આમરાપર ગામમાં લીઝનો વિવાદ
- 140 કરોડની લીઝનો છે વિવાદ
- ખનીજ ચોરી મામલે થયાં છે ગંભીર આક્ષેપ
જામનગરઃ જામજોધપુર તાલુકાના અમરાપર ગામે કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સરકારી ખરાબાની જમીન પર ખોટા નકશાઓ બનાવી સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થયો હતો. ખોટા નકશાને આધારે ખાણની લીઝ મંજૂર કરાવી રાજયની માલિકીની જમીનમાંથી આશરે 140 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. ખોટા નકશાના આધારે ખાણની લીઝ પણ મંજૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. જે માટે જમીન રેકર્ડ બદલી નાખી અને ત્યાં જમીન નથી ત્યાં જમીન બતાવી તેમ જ સાથણીની જમીનના કાગળ પર દસ્તાવેજો બનાવી રૂપિયા 140 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું આક્ષેપ લગાવ્યો હતો.
લીઝમાલિક અને જમીનમાલિક શું કરી રહ્યાં છે?
જામજોધપુરના અમરાપર ગામે કરોડો રૂપિયાનું ખનીજ કૌભાંડ થયું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે લીઝના માલિક અને જમીનના માલિક જણાવી રહ્યાં છે કે તેઓએ કાયદેસરની કામગીરી કરી છે જેના કારણે અત્યાર સુધીમાં તેની સામે કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી. લીઝ માલિક માટે સંપૂર્ણ દસ્તાવેજો છે અને ખાણ ખનીજ વિભાગની મંજૂરી લઈ લીઝ શરૂ કરવામાં આવી છે.
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ શુ કહી રહ્યાં છે.
લીઝ વિવાદને લઈ જામનગર ખાણ ખનીજ વિભાગના અધિકારી મેહુલ દવેનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે હાલ આમરાપર ગામમાં જે લીઝ લીગલી છે તે ચાલુ છે. બાકી તમામ બંધ કરવામાં આવી છે.